કોડકી ગામે નિઃશુલ્ક કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોડકી પ્રાથમિક શાળા મધ્યે કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ ગામના સરપંચ વંકાભાઇ રબારી, શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેશભાઇ ત્રિવેદી તથા સ્ટાફ સર્વે અને ગામવાસીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

માનવજ્યોત દ્વારા 150 કુંડા અને 150 ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ ચકલીદિવસનું મહત્વ સમજાવ્યું હતું.

પંચાયતના સભ્યો હરજીભાઇ મહેશ્ર્વરી, કરશનભાઇ મહેશ્ર્વરી, નારણભાઇ વરસાણી, મુળજીભાઇ ચાવડા, રમેશભાઇ કોલી તથા પારૂલબેન જણસારી, લલિતભાઇ રાઠોડ, વિરલભાઇ વૈદ્ય, મોસીનભાઇ મેમણ, નેહાબેન વણકર, હિરલકુમારી પટેલ, ધારાબેન શેઠ, હીનાબેન ખુડખુડિયા શાળા સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થી ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.