ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. બળબળતા તાપમાં જરૂરતમંદ શ્રમજીવી પરિવારોને પીવા છાસ મળે તેવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા હરતું-ફરતું છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ૧ મહિનાથી શરૂ થયેલ આ છાસ કેન્દ્ર દ્વારા દરરોજ જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી જઈ હરતા-ફરતા છાસ કેન્દ્ર દ્વારા જરૂરતમંદ શ્રમજીવીક પરિવારોની આંતરડી ઠારવાનું કાર્ય થઈ રહ્યું છે. બરફ-નમક-જીરા વારી ઠંડી છાસ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચે છે. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરાય છે. પ્રથમ મહિનાનો લાભ એક સહસ્થ દાતાશ્રી પરિવારે લીધેલ છે. છાસ કેન્દ્રનો લાભ લેવા ઈચ્છતા દાતાશ્રીઓએ માનવજ્યોત કાર્યલાય, ભુજ, ફોન ૦૨૮૩૨-૨૨૪૦૦૦નો સંપર્ક કરવા જણાવાયું છે.

