રોટરી કલબ ઓફ ભુજ કેપીટલ દ્વારા ભુજ શહેરમાં ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા ગરીબ પરિવારોનાં ૮૦ બાળકોને રોગ પ્રતિકાર શક્તિમાં વધારો કરવા માટે હલદી (હળદર) વાળું ગરમ દૂધ પીવડાવવામાં આવી રહેલ છે.
રોટરી કેપીટલ પ્રમુખ મનીષકે. સાંયા,દિલીપસિંહ સોઢા, પુલીન પવાણી, નીતીનકુબડીયા,ડીસ્ટ્રીકટ મંત્રી મંજલના શ્રી રામદેવસિંહ જાડેજા તથા સર્વે સભ્યશ્રીઓનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ વિતરણ વ્યવસ્થા સંભાળી રહેલ છે. શ્રાવણમાસ પૂર્ણ થશે ત્યાં સુધી આ બાળકો માં કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધે તેવા હેતુ સાથે ગરમહલદી દૂધ પીવડાવાશે. માનવજ્યોત પરિવારવતીપ્રબોધ મુનવર તથા શંભુભાઈ જોષી, આનંદરાયસોનીએ રોટરી કેપીટલનો આભાર માન્યો હતો.