માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શ્રમ એરીયા દાદુપીર રોડ મધ્યે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રારંભે શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલા દિવસ ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું.
કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે મહિલાઓને મફત કાનૂની સલાહ તથા મહિલાઓનાં અધિકારો વિશે માહિતી પૂરી પાડી હતી. સંસ્થા દ્વારા મહિલાઓને ઉપયોગી કાયદાઓ તથા મહિલા હેલ્પ લાઇન ૧૮૧ સેવા અંગે સમજ પૂરી પાડવામાં આવી હતી.
ભુજ શહેરમાં જુદા-જુદા શ્રમજીવી વિસ્તારોમાં જઇ જરૂરતમંદ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન રફીક બાવાએ જયારે આભાર દર્શન આનંદ રાયસોનીએ કરેલ.