Monthly Archives: October 2018

શ્રાદ્ધ નિમિત્તે લોકો માનસિક દિવ્યાંગોને જમાડવા પહોંચ્યા.

શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાનાં કાર્યને શ્રેષ્ઠ કાર્ય માનતા પરિવારો, પોતાનાં સ્વજનનોની પુણ્ય સ્મૃતિમાં શ્રાદ્ધ નિમિત્તે આવા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત પાલારા-કચ્છ મધ્યેનાં શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી શ્રાદ્ધની ઉજવણી કરી પુણ્યનું ભાથું બાધ્યું હતું. તેવું શ્રી સુરેશ માહેશ્વરીએ જણાવ્યું હતું.

શ્રી જયેશ જૈન ને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ -૨૦૧૮” અર્પણ કરાયો

સમાજ અને શાસનનાં સર્વ શ્રેષ્ઠ કાર્યો, તથા દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરવા બદલ શ્રી જયેશ ભાગચંદ જૈન કોઠારા હાલે મુલુન્ડને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ-૨૦૧૮” અર્પણ કરવામાં આવ્યો હતો. નાકોડા દર્શન ધામ (વસઇ પાલઘર) મધ્યે રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય શ્રી ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં યોજાયેલ સમારોહમાં […]

પાંચ મહિનામાં ૨૦ હજારથી વધુ લોકોએ પાણીનાં પરબનો લાભ લીધો.

આર.ટી.ઓ રિલોકેશન વિસ્તારમાં આવેલ સ્વ. ભાનુબેન મગનલાલ ઠક્કર (માણેક) ભુજનાં સ્મરણાર્થે સંચાલિત “જલારામ અમૃતજળ” પાણીનાં પરબનો માત્ર પાંચ મહિનાંની અંદર વીશ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પૂર્વ શિક્ષક શ્રી મગનલાલ ઠક્કર અહીં સેવાઓ આપી રહ્યા છે. ગામડાઓ, શહેરોનાં લોકો તથા મજુર વર્ગ, ડ્રાઇવરો, અન્ય રાહદારીઓએ આ પરબનું ઠંડુ પાણી પી શાંતિ […]