રીજેન્ટા રીસોર્ટ ભુજની અનોખી પહેલ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

રીજેન્ટા રીસોર્ટ ભુજ દ્વારા ૨૬મી જાન્યુઆરી ગણતંત્ર દિન તથ્ય ભુકંપની વરસી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને હોટેલનું તાજું ખાણું પીરસવામાં આવેલ. દિવ્યાંગોને સંચાલકોએ સ્વહસ્તે ભોજન કરાવેલ. હોટેલનું ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. આ અનોખી પહેલને માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે બિરદાવી હતી. હોટેલનાં જનરલ મેનેજર પપુ ભારથી, […]

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગણતંત્રદિન અને ભુકંપની વરસીએ માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધોને ગરમ સાલ વિતરણ કરાઇ

ભારત દેશનો ૭૪ મો ગણતંત્ર દિવસ તથા કચ્છના વિનાશકારી ભૂકંપની ૨૨ મી વરસી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૨ માનસિક દિવ્યાંગો તથા એકલા-અટુલા નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોને ગરમ સાલોનું વિતરણ મહંત સ્વામિ શ્રી ધર્મવત્સલદાસ સ્વામી, શ્રી સત્યદર્શનદાસ સ્વામિ, શ્રી વિવેકભૂષણદાસ […]

ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો

ભુજ અને ભુજ વિસ્તારમાં રસ્તે રઝડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય અપાયું છે. ભુજ રાજેન્દ્ર પાર્ક નજીકથી મળી આવેલા ઠંડીમાં ઠુંઠવાતા માનસિક દિવ્યાંગને આશ્રમ સ્થળે લઇ જવામાં આવ્યો હતો. કચ્છભરમાંથી આશ્રમ સ્થળે ૩૩માનસિક દિવ્યાંગોને આશ્રય અપાયો છે. તેમનાં રહેવા જમવાની વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાએ […]

સખત ઠંડી વચ્ચે માનવજ્યોત દ્વારા કરાયું ધાબડા વિતરણ

છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ખુલ્લામાં પડ્યા રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ નજાય તેવા હેતુ સાથે ભુજની જાગૃત સંસ્થા માનવજ્યોત દ્વારા ધાબડા વિતરણનો ત્રીજો રાઉન્ડ શરૂ કરાયો હતો. સખત ઠંડી વચ્ચે ભૂંગા-ઝુંપડા-કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા દ્વારા ધાબડા અર્પણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું છે. દાતાશ્રી કે.જે. શાહ – નિવૃત્ત […]

નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય કરાયું

નીલમ ચેરીટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવાયું હતું. સંસ્થાનાં કુલસુમબેન સમા, નુરજહાંબેન સુમરા, ખતીજાબેન સમા સહિત મંડળનાં બહેનો તથા સમાજનાં યુવા અગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કોમી-એકતા અને ભાઇચારા સાથે દરેક સમાજનાં ભાઈ-બહેનો આશ્રમ સ્થળે પધારી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવતા રહે છે. જેથી […]

મધ્યપ્રદેશનો યુવાન ૪ વર્ષે મળ્યો

મધ્યપ્રદેશનાં સાગર જીલ્લાનાં શાહગઢ વિસ્તારનો કમલકિશોર યાદવ ઉ.વ. ૩૧ અચાનક ગુમ થતાં પરિવારજનોએતેની સતત શોધ ચલાવી હતી. તે અન્ય રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. પરિવારજનોએ ભારે મુશ્કેલી વેઠી નિરાશ થયા હતા. ચાર વર્ષ પછી તે તા. ૨૨-૧૨-૨૦૨૨ નાં કચ્છનાં દેશલપર કંઠી ગામથી નરેન્દ્રસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજાને મળી આવતાં તેમણે તેને માનવજ્યોત સંસ્થા ભુજ […]

માનસિક દિવ્યાંગોએ પતંગ-ફીરકી હાથમાં લઇ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની કરી અનોખી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી માનવસેવા- જીવદયાનાં કાર્યો સાથે કરવામાં આવી હતી. માનસિક દિવ્યાંગોને ભોજન, એકલા-અટુલા નિરાધાર વડીલોને ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ, કીડીયોને કીડીયારૂં જેવી પ્રવૃત્તિઓ સાથે મકરસંક્રાંતિ પર્વ ઉજવાયો હતો. પવિત્ર મકરસંક્રાંતિ […]

મકરસંક્રાંતિએ વધી પડેલો ૪૫૦ કિલો ઉઘિયાનો સ્વાદ ગરીબોએ માણ્યો

મકરસંક્રાંતિ દિને ઠેર-ઠેર ઉધિયું વધી પડ્યા હોવાનાં ફોન માનવજ્યોત સંસ્થાને આવતાં સંસ્થાએ વાહન દ્વારા જે તે સ્થળે જઇ વાસણોમાં ઉધિયું એકઠું કર્યું હતું. ૪૫૦ કિલો વધી પડેલું ઉધિયું ગરીબો અને જરૂરતમંદોના ઝૂંપડે-ઝુંપડે પહોંચ્યું હતું. જેથી ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા અનેક પરિવારોએ ઉધિયાનો સ્વાદ માણી ઉતરાયણ પર્વ ખુશી સાથે મનાવ્યો હતો. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પ્રતાપ ઠક્કર, અક્ષય […]

મકરસંક્રાંતિ પર્વ પૂર્વે બાળકોને પતંગ-ફીરકી-શેરડી-બોર-લાડુ વિતરણ કરાયા

મકરસંક્રાંતિ પર્વ પૂર્વે રોટરી કલબ ફલેમિગો ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ ભગવતી વિદ્યાધામનાં બાળકશ્રમયોગીઓ અને રંક બાળકોને પતંગ-ફીરકી-શેરડી-બોર-લાડુ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે રોટરી ફલેમીંગો પ્રમુખ વિનોદભાઇ ચૌહાણ, મંત્રી જયંતિલાલ વાઘેલા, પ્રતાપભાઇ આશર, વિનાયક માંડલીયા, મિલીન્દભાઇ વૈદ્ય, જ્યોતિભાઇ ધોળકિયા, તૃપ્તીબેન ઠક્કર, કમલાબેન ઠક્કર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ફલેમીંગો પ્રમુખ […]

વર્ધમાનનગર ઓનર્સ એસો. દ્વારા “પરિવાર પરિચય,, નું વિમોચન કરાયું

વર્ધમાનનગર ઓનર્સ એસો. દ્વારા પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેતાનાં અધ્યક્ષ સ્થાને જનરલ સભા, પરિવાર પરિચય બુકનું વિમોચન તથા બુકનાં દાતાશ્રીઓના સન્માન સહિતનાં વિવિધ કાર્યક્રમો વર્ધમાનનગર મધ્યે યોજાયા હતા. મંગલાચરણ બાદ દિપપ્રાગટ્ય મંચસ્થ મહાનુભાવોના વરદ્ હસ્તે કરવામાં આવેલ. કાર્યક્રમનું મુખ્ય અતિથિવિશેષ પદ જીલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઇ છાંગા, […]