મા જગદંબેની નવલી નવરાત્રીનાં પ્રારંભે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો પણ રાસ-ગરબામાં જોડાઇ નવરાત્રી મહોત્સવ મનાવી રહ્યા છે.
આશ્રમ સ્થળે દરરોજ સાંજે ૫ થી ૭ ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોનાં વિવિધ મહિલા મંડળો અહીં પધારી આશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ ગરબા રમાડે છે. બહેનો પોતાની સાથે આ માનસિક દિવ્યાંગ ભાઇ બહેનોને જોડે છે. જેવી આ માનસિક દિવ્યાંગો પણ હોંશે હોંશે રાસ-ગરબા રમે છે.
પ્રથમ દિવસે ભુજ શહેરનાં ભાનુશાલી નગર પાછળ આવેલ શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં ૩૦ બહેનો માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન ગોરની આગેવાની હેઠળ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. રબારી સમાજનાં મહિલાઓ પોાતના અસલ પહેરવેશમાં રાસ-ગરબામાં જોડાયા હતા. અને માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
નવરાત્રીનાં નવ દિવસ સાંજે ૫ થી૭ ભુજ શહેરનાં વિવિધ મહિલા મંડળો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ. મધ્યે નવરાત્રી મહોત્સવમાં જોડાશે.
વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ મહેશ્વરી, આનંદ રાયસોની, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, વાલજી કોલી, કલ્પનાબેન લાલને સહકાર આપ્યો હતો.

