પશ્ચિમબંગાળનો યુવાન ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

પશ્ચિમબંગાળનાં મુર્શિદાબાદ જિલ્લાનાં સીમાલીયા ગામનો ૩૮ વર્ષિય યુવાન સંજયદાસ છેલ્લા ૩ વર્ષથી ગુમહતો. પરિવારજનોએ ગુમસુદા નોંધ કરાવી હતી. પરિવારજનો તેને શોધી રહ્યા હતા.

ભુજનાં માર્ગો ઉપર તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા રફકીબાવાની નજરે ચડતાં તેને માનવજ્યોત સંસ્થા મુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના મનોચિકિત્સક ડો. જે.વી. પાટનકરની સારવારથી તે ઝડપભેર સ્વસ્થ બન્યો હતો.

સંસ્થાનાં સામાજિક કાર્યકર શ્રી બાબુલાલ જેપાલે કાઉન્સલીંગ કરી તેની પાસેથી મળેલ માહિતીનાં આધારે ત્યાંની પોલીસનો સંપર્ક કરી તેના ગામઅને પરિવાર શોધી કાઢ્યા. પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ એકદમનબળી હતી. ટીકીટ-ભાડા માટે પણ પૈસા નહતા. પણ સંજયદાસની ખૂબ જ જરૂરત હતી. માનવજ્યોત સંસ્થાએ પરિવારજનોને પશ્ચિમબંગાળથી કચ્છ આવવા-જવાનાં ટીકીટ ભાડા આપી દેશું તેવું પરિવારજનોને જણાવતાં જ પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા.

પરિવારજનોનાં જણાવ્યા મુજબ સંજયદાસનાં લગ્ન થઇ ગયા છે. તેને એક દીકરી છે. પિતાનાં અવસાનથી આઘાત અનુભવતા સંજયદાસ માનસિક સમતુલન ખોઇ બેઠો હતો. અને ટ્રેન કે કોઇ વાહનમાં બેસી ગયો હતો. સતત ૩ વર્ષ સુધી તે રખડતો ભટકતો રહ્યો હતો. ૩ મહિનાં પહેલા ભુજ આર.ટી.ઓ વિસ્તારમાંથી તે મળી આવ્યો હતો. તેની પત્ની તથા દીકરી તેની ઘરે આવવાની રાહ જોયા પછી પિયરે ચાલ્યા ગયા હતા. સંજયદાસ મળ્યાનાં સમાચાર જાણી તેની પત્ની તથા દીકરીએ ઘરે પાછા આવવા નક્કી કર્યું હતું. તેનાં ભાઇ તથા કાકા તેને તેડવા ભુજ આવી પહોંચ્યા ત્યારે સંજયદાસને ભેટી પડતાં તેમની આંખો અશ્રુભીની બની હતી. આખરે છુટો પડેલા પરિવાર ફરીવાર એક બન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં માનવજ્યોતની ટીમસહભાગી બની હતી.