સખત ગરમી અને બળબળતા તાપ વચ્ચે લોકો અબોલા પશુ-પક્ષીઓની સેવા કરતા જોવા મળી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પશુ-પક્ષીઓને પીવા પાણી મળે એ માટે જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓ ઠેર-ઠેર જીવદયાનું કાર્ય કરતા જોવા મળી રહ્યા છે. લખપત,અબડાસા, નખત્રાણા ત્રણે તાલુકાઓનાં ઘણા ગામોમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. લોકોએ વૃક્ષો ઉપર […]
Category Archives: Activities
કચ્છના પૂર્વ આઇ.જી. શ્રી એ.કે. જાડેજા સાહેબનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. જયારે તેઓશ્રી ભુજમાં આઇ.જી. તરીકે હતા ત્યારે માનવજ્યોત સંસ્થાની માનવસેવા,જીવદયા પ્રવૃત્તિઓમાં ઉંડો રસ લીધો હતો. પોતાના નિવાસ સ્થાને ચકલીઘરો-કુંડાઓ લટકાવી લોકોને જીવદયાનું કાર્ય કરવા પ્રેરણા આપી હતી. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસની ઉજવણીનાં ભાગરૂપે આશ્રમનાં માનસિક દિવ્યાંગોને, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન -ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગાયોને ઘાસચારો પણ નાખવામાં આવેલ. શ્રમજીવીક વિસ્તારોમાં બરફ-જીરાવાળી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવેલ. […]
ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસ નિમિત્તે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો માટે ભુજ અને ગાંધીધામ રેલ્વે સ્ટેશને ઉચ્ચતમ કવોલીટીની રૂપિયા પચ્ચીસ-પચ્ચીસ હજારનાં ખર્ચે બે-બે વ્હીલચેરો મુકવામાં આવી છે. અર્પણ વિધિ પ્રસંગે ભુજ રેલ્વે સ્ટેશન મેનેજર શ્રી કે.કે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ એક સગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી નારાણપર ગામે રાધેકૃષ્ણ મંદિર ચોકમાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્કવિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા,જશુબેન પીંડોરીયા, લીલાબેન સેંઘાણી, મનજીભાઇ સેંઘાણી, નીતાબેન ભુડિયાએ શોભાવ્યું હતું. સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ માનવજ્યોતની કચ્છમાં […]
માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક અને રાહબર શ્રી તારાચંદભાઇ છેડાનું અવસાન થતાં સંસ્થા દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાના નિર્માણ કાર્ય અને માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં એમનું હરહંમેશ ઉપયોગી માર્ગદર્શન મળી રહેતું. તેઓનાં અવસાનથી સંસ્થાને નપૂરાય તેવી ખોટ પડી છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, ૨મેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, […]
સખત ગરમી અને બળબળતા તાપમાં અબોલા જીવોને પીવા પાણી મળે તેવું જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અનેક સંસ્થાઓ ભુજની માનવજ્યોત સંસ્થા સાથે જોડાઇ કચ્છભરમાં જીવદયાનું કાર્ય આગળ ધપાવી રહેલ છે. તરસ્યા પક્ષીઓને તથા ગાય માતાઓ, શ્વાનોને પીવા પાણી મળે એ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહેલ છે. શ્રી મા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ -નરા, સીતારામ ફ્રેન્ડસ […]
મધ્યપ્રદેશનાં મંદસૌર જિલ્લાનાં ભાનપુરા તાલુકાનાં સમેલી ગામની ૪૭ વર્ષિય મહિલા લીલાબેન પૂરીલાલ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. બે-પુત્ર, બે પુત્રીઓ ધરાવતી આ મહિલાએ ગૃહ કંકાસના કારણે ઘર છોડ્યું હતું. અને સાધારણ માનસિક બિમારીનો ભોગ બની હતી અને અચાનક ટ્રેનમાં બેસી ગઇ હતી. અને પંદર વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોમાં રખડતી-ભટકતી રહી હતી. […]
હનુમાનજી જયંતિએ વધી પડેલો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો હતો. ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં મહાપ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. મહાપ્રસાદ વધી પડ્યોનાં માનવજ્યોત સંસ્થા ભુજને ૨૩ ફોન આવ્યા હતા. જે પૈકી માનજ્યોત સંસ્થા ૧૯ સ્થળે પહોંચી શકી હતી. આ વધી પડેલું ભોજન સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે વિતરણ કરતાં સાડાચાર હજારથી વધુ ગરીબોએ ભરપેટ ભોજન […]
માધાપરમાં ભાગવત કથા પ્રસંગે કૃષ્ણજન્મ નિમિત્તે ભુજમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ તથા વ્યસન મુક્તિ અભિયાનનું કાર્ય કરતી માનવજ્યોત સંસ્થાને દાતા શ્રી સ્વ. રવજી શામજી વાગડીયા પરિવાર હસ્તે હીરજી રવજી વાગડીયા માધાપર દ્વારા રૂા. ૩૦ હજાર તથા સ્વ. રત્નાભાઇ રવજી વાગડીયા માધાપર હસ્તે ભાનુબેન રત્ના વાગડીયા રૂા. ૧૦ હજારનું અનુદાન આપવામાં આવેલ. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા […]







