મારો લાડકવાયો પુત્ર મળી આવતા હૈયે ટાઢક વળી છે ગુમ થયેલ યુવાન ૯ મહિનાં પછી ઘરે પહોંચ્યો

ગુજરાતનાં અંકલેશ્વરનાં પીરામણ ગામનો યુવાન સ્ટીવન  ઉર્ફે ટીનો ઉ.વ. ૩૦, નવ મહિનાં પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે રખડતો-ભટકતો મોરબી સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટયર પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ મોરબીનાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટને તે એક પુલીયા નીચેથી સૂતેલી હાલતમાં મળ્યો હતો. ટ્રસ્ટે તેને આશ્રય આપી તેની સારવાર કરાવી હતી. […]

રાજ્યપાલશ્રીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત” એવોર્ડ અર્પણ કરાશે

ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને તા. ૧૫-૨ સાંજે ૫-૩૦ કલાકે રાજભવન ગાંધીનગર મધ્યે રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્‌ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ-૨૦૧૮,, અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ માટે કચ્છ જિલ્લામાંથી તેમની માનવસેવા-જીવદયા, પર્યાવરણની પ્રવૃત્તિઓ અને ગુમ થયેલા લોકોને શોધી આપવાની સર્વ શ્રેષ્ઠ કામગીરીને લક્ષમાં રાખીને કરવામાં આવી […]

અજીતનાથજી જિનાલય માંડવીની ૧૩૮ મી વર્ષગાંઠ ઉજવાઇ

વિકસતા માંડવી શહેરનાં બંદર રોડ ઉપર દરિયા કિનારે આવેલ શ્રી અજીતનાથજી પ્રભુજી જૈન જિનાલયની ૧૩૮ મી વર્ષગાંઠની ઉજવણી પ્રખર પ્રવચનકાર પ.પૂ. મુનિરાજ શ્રી પુર્ણભદ્રસાગરજી મ.સા. ની પાવનકારી શુભ નિશ્રામાં કરવામાં આવેલ. પ્રભુજીનાં અઢાર અભિષેકનો લાભ વિવિધ ૧૮ દાતાશ્રીઓએ લીધેલ. સતરભેદી પૂજા બાદ જિનાલયનાં શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ. મુખ્ય ધ્વજાનાં ચડાવાનો લાભ નવિનચંદ્ર ખીમજી […]

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સુઇ જાય છે ત્યારે ભુજમાં થતી પ્રવૃત્તિથી અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે વધી પડેલી રસોઇમાંથી એક વર્ષમાં અઢી લાખ લોકો જમે છે

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં  લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી,  કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક […]

“અહિંસા એવોર્ડ,, અર્પણ કરાયો

ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ દ્વારા સંસ્થાના ૨૭ માં વર્ષના અવસરે જીવદયા અને માનવસેવા ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહેલા ત્રણ મહાનુભાવોને અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહનું અધ્યક્ષ સ્થાન ડો. અશોક શાહ-પ્રસાદ બાયોટેક (વલસાડ), શ્રી રતીલાલભાઇ વી. શેઠીયા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી), શ્રી હિતેશભાઇ જમનાદાસ વોરા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી) […]

બે દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતા શ્રી સ્વ. ખીમજી ખેરાજ દાવડાની પુણ્યસ્મૃતિમાં જ્યોતિબેન ખીમજી દાવડા પરિવાર ભુજ હસ્તે અજયભાઇ, યોગેશભાઇ દ્વારા બે દિવ્યાંગોને ટ્રાયસિક-અર્પણ કરવામાં આવી હતી. પ્રારંભે શ્રી સુરેશભાઇ માહેશ્વરીએ સૌનું સ્વાગત કર્યું હતું. સંસ્થા દ્વારા દાતા પરિવારનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવેલ. બંને દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું […]

માનસિક દિવ્યાંગો સાથે રહી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા. બહુચર માઇ મંડળ અને આનંદ ગરબા મંડળનાં બહેનોએ માતાજીની પૂજા-અર્ચના કરાવી હતી. સત્સંગ-ભજન અને રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. સરોજબેન ઠક્કર, કલ્પનાબેન […]

ભુજ શહેર કોમી એકતા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વ ઉજવાયો

ભુજ શહેર કોમી એકતા મંડળ દ્વારા મકરસક્રાંતિ પર્વની પતંગ સ્પર્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં પ્રારંભે ગૌમાતાઓને લીલોચારો આગેવાનોનાં વરદ્‌ હસ્તે નાખવામાં આવેલ. ઇબ્રાહીમ હાલેપૌત્રા, પ્રબોધ મુનવર, આમદભાઇ જત, ઘનશ્યામ ઠક્કર, આનંદ રાયસોની, હનીફભાઇ કુરેશી, નગરસેવક માલશીં માતંગ, ગની તાલબ કુંભાર, ભોગીલાલ વોરા, ઝહીર સમેજા, સલીમ નોડે તથા […]

વધી પડેલો ૪૦૦ કિલો ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચાડાયો

મકરસંક્રાંતિ દિને વિવિધ સમાજા, ગ્રુપો, મંડળો દ્વારા ઉધિયા સાથેનું ભોજન યોજાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજને ૧૯ જેટલા સ્થળોએથી ઉધિયું વધી પડ્યા હોવાનાં ફોન આવ્યા હતા. સંસ્થાએ વાહન દ્વારા દરેક સ્થળોએથી ઉધિયું એકઠું કરી લેતા ૪૦૦ કિલો ઉધિયું એકઠું થયું હતું. જે ઉધિયું ગરીબોનાં ઝુંપડે પહોંચાડવામાં આવતાં ચાર હજાર જેટલા ગરીબોએ ઉધિયાનો સ્વાદ માણી અને મકરસંક્રાંતિ […]

જ્યંતિભાઇ ભાનુશાલીને અંજલિ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અબડાસાનાં પૂર્વ ધારાસભ્ય શ્રી જયંતિભાઇ પી. ભાનુશાલીની હત્યાનાં બનાવને વખોડી તેઓની માનવસેવા-જીવદયા-ધાર્મિક-શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સંસ્થનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, પ્રવિણભાઇ ભદ્રા, નરશીં પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.