Category Archives: સમાચાર / ઘટનાઓ

દિપાવલી પર્વ નિમિત્તે માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું

દિપાવલી પર્વ નજીક આવી રહ્યો હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે દીશાઓમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે. ભુજ અને ભુજ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં કપડા એકઠા કરવામાં આવ્યા છે. તેમજ કેરા-કચ્છના લંડન રહેતા જેન્તીભાઇ પટેલ તથા બળદીયા-કચ્છના લંડન રહેતા શાંતાબેન ગરારા દ્વારા પણ […]

દિવાળી પર્વે માનવજ્યોત દ્વારા 2000 શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ શરૂ 600 બાળકોને નવા વસ્ત્રો, 500 મીઠાઈના બોક્સ અને 100 પરિવારોને રાશનકિટ અપાશે ગરીબોની ઝૂંપડપટ્ટીઓમાં કપડાં અને મીઠાઈનું વિતરણ : શ્રમજીવી પરિવારોની દિવાળી ઉજાસમય બનાવવાનો માનવજ્યોતનો સેવાયજ્ઞ

પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી ગરીબ, મજૂર અને શ્રમજીવી પરિવારો પણ આનંદ અને ઉલ્લાસથી કરી શકે તેવા ઉમદા માનવતાવાદી હેતુ સાથે માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા સાડીઓ, નવાં વસ્ત્રો, મીઠાઈ, રાશનકિટ તથા ભોજન વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર દિવાળી પર્વ નિમિત્તે 2000 શ્રમજીવી મહિલાઓને […]

દશેરા પર્વે 51 કુમારિકાઓનું પૂજન કરી શણગાર કીટ અર્પણ 51 કુમારિકાઓને કુમકુમ તિલક કરી પૂજન કરાયું : 21 બાળકોને નવા વસ્ત્રોની ભેટ

દશેરાના પાવન પર્વ નિમિત્તે માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા રઘુવંશીનગર મહિલા મંડળના સહયોગથી ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર ખાતે 51 કુમારિકાઓને માતાજીના સ્વરૂપે બિરદાવી કુમકુમ તિલક કરી વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ 51 કુમારિકાઓને નેકલેસ સહિત શણગારની 9 વસ્તુઓ ધરાવતી આકર્ષક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદના દાતાશ્રી જે.કે. અંતાણીના […]

નવરાત્રી પર્વે ૧૫ મહિલાઓને ચણિયા-ચોલી અર્પણ કરાયા માનવજ્યોત સંસ્થાની અનોખી પહેલથી મહિલાઓના ચહેરા પર ખુશીની લહેર

નવલી નવરાત્રીના પાવન પર્વે જરૂરિયાતમંદ મહિલાઓ પણ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ માતાજીના રાસ-ગરબામાં ઉત્સાહભેર જોડાઈ શકે તેવા ઉમદા હેતુથી માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા ૧૫ બહેનોને ચણિયા-ચોલીના સેટ અર્પણ કરવામાં આવ્યા હતા. નવરાત્રીના રંગે રંગાવા અને રાસ-ગરબાનો આનંદ માણવા ચણિયા-ચોલી મળતાં મહિલાઓના ચહેરા પર ખુશીની લહેર છવાઈ હતી. માનવજ્યોત સંસ્થાની આ સેવાભાવી પહેલથી બહેનોમાં આનંદ અને […]

પાલારાના સેવાશ્રમોમાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો પણ ગરબે ઘૂમ્યા નવરાત્રી પર્વે વિવિધ મહિલા મંડળોની બહેનો સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી

માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ તથા શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો, પાલારા-કચ્છ મધ્યે નવરાત્રી પર્વની અનોખી ઉજવણી થઈ રહી છે. દરરોજ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન યોજાતા રાસ-ગરબામાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો પણ નવાં વસ્ત્રોમાં સજ્જ થઈ હોંશે હોંશે ગરબે ઘૂમી રહ્યા છે. પાલારાના સેવાશ્રમોમાં દરરોજ વિવિધ મહિલા મંડળોની બહેનો પહોંચી માનસિક દિવ્યાંગોને […]

વિશ્વ માનસિક આરોગ્ય દિવસની માનવજ્યોત દ્વારા ઉજવણીમાનસિક દિવ્યાંગોને પ્રેમ, હૂંફ અને સન્માન આપવાનો માનવતાભર્યો સંદેશ

વિશ્વભરમાં દર વર્ષે ૧૦મી ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા, ભુજ દ્વારા માનસિક આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા તથા માનસિક દિવ્યાંગો પ્રત્યે સમાજમાં પ્રેમ, લાગણી, સહાનુભૂતિ અને સંવેદનશીલતા કેળવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ મધ્યે નિરાધાર, રખડતા-ભટકતા તથા પરિવારથી વિખૂટા પડેલા માનસિક દિવ્યાંગોને આશ્રય આપી […]

વડીલોના ચહેરે સ્મિત લાવતી સેવા: કચ્છના વૃદ્ધાશ્રમોમાં વસ્ત્ર-પ્રસાદનું વિતરણ

શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના માનનીય અઘ્યક્ષશ્રી અને યશસ્વી વડાપ્રઘાનશ્રીના જન્મદિન નિમિતે ગુજરાત રાજયના ૨૯ જીલ્લાના ૧૩૪ વૃદ્ધાશ્રમોમાં વસ્ત્ર-પ્રસાદ વિતરણ કાર્યક્રમનુ આયોજન કચ્છ જીલ્લા માટે માનવ જયોત સંસ્થા સંચાલિત એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-ભુજ ખાતે જીલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવસીયા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. જેમાં અતિથીવિશેષ તરીકે ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, ભુજ નગરપાલીકા […]

જીલ્લા આરોગ્ય વિભાગ અને માનવજ્યોત સંસ્થા દ્વારા1 ઓકટોબર “વિશ્વ વૃદ્ધ દિવસ,,ની ઉજવણી કરાઇ

દર વર્ષે 1 ઓકટોબર “વિશ્વ વૃદ્ધ દિવસ,, તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ વૃદ્ધ વડીલોના અધિકારો, સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો હોય છે. જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો મધ્યે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમનાં 20 વૃદ્ધ વડીલોના આરોગ્યનું ચેકીંગ કરાયું હતું.તેમજ તેઓનાં આયુષ્યમાન […]

રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યેશ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે. શ્રી રઘુવંશી મહિલા મંડળ રઘુવંશીનગર ભુજના બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા.અને પિતૃઓને પાણી અર્પણ કર્યું હતું. તેમજ દેવ-દેવીઓની આરતી […]

માનવજ્યોત દ્વારા પાલારા-કચ્છ મધ્યેશ્રાદ્ધોની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધોની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવવામાં આવશે. માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને તથા એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ભોજન કરાવવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધો નિમિત્તે આવા લોકોને ભોજન કરાવવાના કાર્યને શ્રેષ્ઠ કાર્ય […]