ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ મધ્યે વૃક્ષારોપણ કરાયું હતું. પ્રમુખ જુલીબેન દાવડા, મંત્રી નિતાબેન હાલાણી, કલ્પનાબેન લોહાર, બિનાબેન જોષી તથા કલ્પનાબેન ઠક્કર, શરદભાઇ ઠક્કર પણ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોતને વાસણ, કપડા તથા બાળકો માટે રમકડા અર્પણ કરાયા હતા. માનવજ્યોતના પ્રબોધ મુનવરે આભાર માન્યો હતો.
Monthly Archives: August 2026
નારીશક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા દરેક વાર-તહેવારોની ઉત્સાહ અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો હોલ મધ્યે મંડળ દ્વારા તુષારીબેન વેકરીયાના માર્ગદર્શન હેઠળ રુદ્રી યોજાઇ હતી. જેમાં સેવાશ્રમનાં વૃદ્ધ વડીલો હોંશે હોંશે રાસ-ગરબામાં પણ જોડાયા હતા. ઉષાબેન મચ્છર તથા મુક્તાબેન કાનપરાએ રુદ્રીની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ […]
માનવજ્યોત સંસ્થા, ભુજને આર.ટી.ઓ. સર્કલ પાસેથી આશરે 22 વર્ષનો એક યુવાન મળી આવ્યો હતો. યુવાનના જમણા હાથની ત્રણ આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમાં ગેન્ગ્રીન જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આંગળીઓમાંથી દુર્ગંધ પણ આવતી હતી. જેથી માનવજ્યોત સંસ્થાએ તાત્કાલિક તેની સારવાર માટે તેને જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તબીબી તપાસ બાદ આંગળીઓ કાપવાની જરૂરિયાત ઊભી થતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલોની વચ્ચે કરવામાં આવી હતી. હાથમાં તિરંગો લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તિરંગાયાત્રામાં જોડાઇ અને દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહીર, રમેશભાઇ માહેશ્ર્વરી, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર […]
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા માનવતાભર્યો સેવાકીય કાર્યક્રમ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી. રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને ભાવતું ભોજન કરાવી તેમના ચહેરા પર ખુશીની લાગણી લાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ […]
ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરનાં પચ્ચીસ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ધાર્મિક સત્સંગમાં જોડ્યા હતા. તેમજ ભાવતા ભોજન જમાડ્યા હતા. ભવનાથ સત્સંગ મંડળનાં ભાવનાબેન ચંદન, ગીતાબેન ઠક્કર, ચંદ્રીકાબેન ગોસ્વામી, જીગ્નાબેન દાવડા, હેમાબેન ઠક્કર સહિતનાં બહેનો સાથે જોડાયા હતા. માનવજ્યોત […]
સખી મહિલા મંડળ સુખપર દ્વારા મંડળનાં શ્રી વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. તેમજ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. સખી મહિલા મંડળ સુખપરનાં પટેલ સમાજનાં બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ રમાડી અનેક પ્રકારે સેવાઓ કરી […]







