ભવનાથ સત્સંગ મંડળનાં બહેનોએમાનસિક દિવ્યાંગોની અનેરી સેવા કરી

ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરનાં પચ્ચીસ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ધાર્મિક સત્સંગમાં જોડ્યા હતા. તેમજ ભાવતા ભોજન જમાડ્યા હતા.

ભવનાથ સત્સંગ મંડળનાં ભાવનાબેન ચંદન, ગીતાબેન ઠક્કર, ચંદ્રીકાબેન ગોસ્વામી, જીગ્નાબેન દાવડા, હેમાબેન ઠક્કર સહિતનાં બહેનો સાથે જોડાયા હતા.

માનવજ્યોત સંસ્થાની મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. તેમજ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

માનવજ્યોતનાં પ્રબોધ મનુવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાએ મંડળનો આભાર માન્યો હતો.