નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકોને ભોજન કરાવવામાં આવેલ. પક્ષીઓને ચણ, શ્ર્વાનોને રોટલા, ગાય માતાઓને ઘાસચારો, માછલીઓને લોટ, કીડીઓને કીડીયારું અર્પણ કરી જીવદયાનાં કાર્યો કરવામાં આવેલ. મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિન્દ્રભાઇ સંઘવી, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ […]
Category Archives: પ્રવૃત્તિઓ
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં કેરા મંદિરે પાટોત્સવ પ્રસંગે મુળ કેરાનાં હાલે મોમ્બાસાવાસી દાતા ઘનશ્યામભાઇ માવજી ટપરિયાએ પુત્ર સ્વ. રાજેશની સ્મૃતિમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં આચાર્ય મહારાજ શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામિનાં વરદ્ હસ્તે ભુજની માનવજ્યોત સંસ્થાને રુ. 75000 નું અનુદાન અપાયું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ધી આર્ટ ઓફ લીવીંગ બેંગ્લોર દ્વારા પૂ. ગુરુદેવ શ્રી શ્રી રવીશંકરજીનાં 70માં જન્મદિન નિમિત્તે ગાંધીધામ- કચ્છ મધ્યે કચ્છનાં પ્રબોધ મુનવરને સમાજસેવા ક્ષેત્રે તથા હીરલબા ચૌહાણને સ્પોર્ટસ ક્ષેત્રે “અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ” અર્પણ કરાયો હતો. કચ્છમાંથી 23 નોમીનેશન આવેલા. જે બેંગ્લોર ધી આર્ટ ઓફ લીવીંગ સેન્ટર બેંગ્લોર ને મોકલવામાં આવેલ. પૂજ્ય ગુરુદેવ શ્રીશ્રી રવિશંકરજી એ બે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સણોસરા-રાતાતળાવ વચ્ચે રોડની એક સાઇડમાં ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા પરિવારો, ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાઇ હતી. બળબળતા તાપ અને સખત ગરમીમાં ખુલ્લામાં રહેતા પરિવારોનાં મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી તથા અમૃતલાલ ડાભીએ સંભાળી હતી.
માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સેવાશ્રમ સ્થળે લાવી તેમનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી આપી વર્ષો પછી પરિવાર સાથે ફેર મિલન. કરાવવાનું કાર્ય કરવામાં આવે છે. માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક […]
મને કાંઇ યાદ આવતું નથી… માત્ર પાંચ વર્ષની ઉંમર હતી. અને ભુકંપનાં દિવસે સાંજે ભુજનાં રેલ્વે સ્ટેશન પિટ લાઇનો છે, ત્યાં એકલો-અટુલો દેખાયો. નાનું બાળક… કાંઇ સમજ નહીં… ખાસ કાંઇ બોલી નશકે… બોલે તો કોઇ વાત સમજાય નહીં. આખોમાં દળ-દળ આસું… માતા-પિતા અને પરિવાર ને શોધી રહેલ બાળક ચારેબાજુ વિનાશ જોઇ ખૂબજ ડરી ગયેલો જોવા […]
નવલસિંહજી કલુભા જાડેજા તારીખ 20મી એપ્રિલે 80 વર્ષની મંજલિ કાપી 81માં વર્ષમાં પ્રવેશ કરશે. પોતાનાં જન્મદિનને સેવાકાર્યો સાથે યાદગાર બનાવવા કચ્છની 16 સંસ્થાઓને ચેકો અર્પણ કર્યા હતા. માનવસેવા અને જીવદયાક્ષેત્રે કાર્યકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ 51 હજારનો ચેક શ્રી નવલસિંહ જાડેજાએ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અરવિંદભાઇ ગોર, ભરતભાઇ ગોર, જે.પી.ગોર, જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સવરાજભાઇ લખમણ સાખરા ભુજપુરનાં સહયોગથી તેમજ ક્રિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં વંદનાબેન ભાવસાર તથા પિંગલેશ્ર્વર પુનમ ગ્રુપનાં મીરાંબેન જેઠીનાં સાથ-સહકારથી 60 વૃદ્ધ વડીલોને નારાયણ સરોવર, કોટેશ્ર્વર, માતાનામઢ તીર્થોની યાત્રા કરાવાઇ હતી. ભુજ મધ્યે યાત્રા બસને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો. પ્રારંભે યાત્રા પ્રવાસમાં જોડાયેલા ચારે […]
ઉનાળાની કાળઝરતી ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ-સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે. શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટી વૃક્ષ અભિયાન-બીદડા, જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા […]
ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિરનાં બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો તથા મીઠાઇ અર્પણ કરાયા હતા. બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. રાજુભાઇ દાફડા, માલશીં માતંગ, રમણિક ઝાલા, જશાભાઇ મોથારિયા તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શિક્ષીકા કાન્તાબેન જોગી ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક સાધનો તથા લાડુ અર્પણ કરી ચૈત્રી નવરાત્રી, આઠમ તથા […]










