માનસિક દિવ્યાંગોએ પણ યોગાદિવસ ઉજવ્યો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ ઉત્સાહપૂર્વક યોગા કર્યા હતા. આશ્રમના સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ યોગા કરાવ્યા હતા.

પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, પંકજ કુરવા, દેવેન્દ્ર જીવાણી સહિતનાં કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.