માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલોની વચ્ચે કરવામાં આવી હતી. હાથમાં તિરંગો લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તિરંગાયાત્રામાં જોડાઇ અને દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા.
પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહીર, રમેશભાઇ માહેશ્ર્વરી, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર બાબરીયા, નીતીન ઠક્કર, રીતુબેન વર્મા, આરતી જોષી સહિતનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વતંત્રતા પર્વ દિન નિમિત્તે માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોને ત્રીદિવસીય ભોજન માનસીબેન હાર્દિકભાઇ મોતા-ભુજ પરિવાર દ્વારા કરાવવામાં આવેલ.
માનસિક દિવ્યાંગોએ એક સરખા ડ્રેસમાં સજ થઇ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આનંદ ભેર ઉજવ્યો હતો. વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીક બાવા, પંકજ કુરુવા, દેવેન્દ્ર જીવાણી, દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો.

