માનવજ્યોત ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દાતાશ્રી રામબાઇ રામજીભાઇ કેરાઇ નારાણપર, તથા ભારતીબેન પ્રતિતકુમાર ગાંધીધામ, ડો. ઉર્વશી, પ્રિયવદાબેન, દેવકુંવરબેન મેઘજી વેલજી ધરમશીંના સહયોગથી ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ભૂંગા અને ઝુંપડાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને હાથો હાથ ગરમ ધાબડા તથા ગોદડા જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરી ઠંડી સામે રક્ષણ અપાયું હતું. દાતાશ્રીઓનાં સાથ અને સહકારથી સંસ્થા […]
માંડવી શહેરમાં દરિયા કિનારે તથા જુદા-જુદા વિસ્તારોમાંથી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા પાંચ માનસિક દિવ્યંગો ઠંડીમાં ઠુંઠવાઇ ન જાય, અને તેઓને ઠંડી સામે રક્ષણ મળે તેવા ઉદેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓને સંસ્થાનાં વાહન દ્વારા ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-મધ્યે તેઓને આશ્રય આપી તેઓની સુંદર સારવાર સાથે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાવવામાં […]
એચ.ડી.એફ.સી. બેંક અને માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ એકમ ભવન ભુજ મધ્યે યોજાયો હતો. પ્રારંભે સંદીપ પટેલ, માનવ મિત્ર વલ્લભજીભાઇ ડી. શાહ, પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકયો હતો. પાર્થ છત્રાળા, સ્નેહ હાથી, વિવેક વૈશ્નવએ એચ.ડી.એફ.સી. બેંકની લોકો વચ્ચે રહી થતી સેવાકીય પ્રવૃત્તિઓની […]
૧૬ યુગલો પ્રભુતામાં પગલા માંડશે,સાથે જીવદયાનું કાર્ય હાથ ધરાશે શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઇ દ્વારા સમસ્ત જૈન સમાજનો ૨૮મો સમુહલગ્નોત્સવ તારીખ ૮ અને ૯ ડિસેમ્બરનાં રોજ શ્રી લીલાશા કુટીયા આદિપુર-કચ્છ મધ્યે યોજાશે. જેમાં જૈન સમાજનાં ૧૬ યુગલો લગ્નગ્રંથીથી જાડાશે. ગ્રુપ અધ્યક્ષ શ્રી જયેશ જૈન તથા ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદજી પટેલ તથા પ્રવિણ લોડાયાના જણાવ્યા મુજબ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નારણપરનાં દાતા શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાનાં સહયોગથી પાંચ વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરવા પ્રયત્નો કરાયા હતા. પ્રારંભે પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સંસ્થાં શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રીઓની ભાવનાંઓને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અત્યાર સુધીમાં ૨૯૩ […]
ભાવનગરનાં હાડિયાવાડ વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષિય મુસ્લિમ યુવાન સલીમ ઇકબાલ ઘાંચી પાંચ વર્ષ પહેલાં ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી શોધખોળ ચાલુ રાખી હતી. અનેક રાજ્યોમાંથી થઇ તે ટ્રેન મારફતે અચાનક ભુજ સુધી પહોંચ્યો હતો. એક મહિનાં પહેલાં સીનીયર પેરાલીગલ વોલીટીયર્સનાં શ્રી પ્રબોધ મુનવર તથા માનવજ્યોતના રફીક બાવાને ભુજ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આઠ બિનવારસ લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ભુજની જનરલહોસ્પીટલમાં દાખલ અજાણ્યા પુરૂષ આઠ જેને આદીપુર,પદ્ધર, ભચાઉ, નારાયણ સરોવર, ભુજથી સારવાર માટે દાખલ કરાયા હતા. સારવાર દરમ્યાન તેમનું અવસાન થતાં તેમનું આગળ-પાછળ કોઇ સગું-સાવકું નહોતાં લાસ ઓળખ વિધિ માટે રાખ્યા બાદ, પોલીસ રિપોર્ટ અને મૃત્યુ દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં […]
એનકેટી થાણાવાલા ટ્રસ્ટના માતબર દાનથી કરાયું આયોજન રા૫ર તાલુકાના સરહદે આવેલા બેલા ગામે એક સાથે ૨૦થી ૨૫ મોર અને ૬૦ વઘુ પક્ષીઓ મુકત ૫ણે હરી ફરી શકે અને ચણ ચણી શકે તે માટે જમીનથી ૮ ફુટ ઉચો આઘુનિક ચબુતરો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ચબુતરામાં ખાસ લીલયાની માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૫ક્ષીઓ ચણ ચણતા […]
કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષે સ્નેહ મિલન પ્રસંગે વિવિધ સેવાભાવીઓનું સન્માન રાજ્યનાં મુખ્યમંત્રીશ્રીનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. ભુજ, ભુજ વિસ્તાર અને સમગ્ર કચ્છમાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની રાજ્યકક્ષાએ નોંધ લેવામાં આવેલ. માનસિક દિવ્યાંગોની સેવા, બિનવારસલાસોની અંતિમક્રિયા, ગુમ થયેલા લોકોને શોધી આપવાનું કાર્ય, બાળશ્રમયોગીઓને અક્ષરજ્ઞાન, […]
માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ વિસ્તારમાંથી બે યુવાન મહિલાઓ મળી આવતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને સોંપાઇ હતી. રાત્રીના ભાગે માધાપરના કાસમસા પીરદરગાર બહારથી એક યુવાન મહિલા મળી આવી હતી. તેમજ ગાંધીનગરી રેલ્વે ફાટક પાસેથી વધુ એક ઓરીસ્સાની યુવાન મહિલા મળી આવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇનના રીટાબેન આસારી તથા જીનલ વણકરે કાઉન્સીલીંગ કર્યું […]








