ઓરિસાનો ગુમ યુવાન ૮ વર્ષ ઘરે પહોંચ્યો પરિવારમાં ખુશી છવાઇ

ઓરિસા રાજ્યનાં ઢેકનાલ જિલ્લાનાં સુરપ્રતાપુર ગામનો યુવાન વિષ્ણુ મહેતી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. દેશનાં જુદા-જુદા રાજ્યોમાંથી થઇ તે રેલ્વે મારફતે ભુજ આવી ચડ્યો હતો.  વાલજીભાઇ કોલીને ભુજ-ખાવડા રોડ ઉપરથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચાડ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ […]

ઓરિસ્સાનો યુવાન ૧૫ વર્ષે ઘરે પહોંચ્યો ભુજમાં બંને ભાઇઓનું થયું મિલન પરિવાર અને ગામમાં ખુશી છવાઇ ગઇ

<p>ઓરિસ્સા રાજ્યનાં પુરી જિલ્લાનો ૩૦ વર્ષિય યુવાન ગોળબાબુ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં જુદા-જુદા રાજ્યો અને શહેરોમાં થઇ તે માંડવી-કચ્છ સુધી પહોંચ્યો હતો.</p> <p>જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને ત્રણ મહિના પહેલા માંડવી શહેરનાં બંદર રોડ ઉપરથી યુવાન ગોળબાબુ ઉ.વ. ૪૫ મળી આવતાં તેને સંસ્થાનાં વાહન […]

માતા-પુત્રનું ૨૫ વર્ષે થયું મિલન

મધ્યપ્રદેશનાં ઉમરીયા જીલ્લાનાં હર્ષચોરા ગામની ૨૭ વર્ષિય યુવાન મહિલા બુલીદેવી, તેનાં પતિનાં અવસાનથી ભારે દુઃખી થઇ હતી અને માનસિક સમતુલા ગુમાવતાં તે ગુમ થઇ હતી. પચ્ચીસ વર્ષમાં તે અનેક રાજ્યોમાંથી પસાર થઇ હતી અને સતત દુઃખ વેઠયું હતું. તેનાં પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. દશ દિવસ પહેલાં તે ટ્રેન મારફતે ભુજ સુધી આવી […]

આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ભુજની “માનવજ્યોત” સંસ્થાને સ્થાન મળ્યું અમેરિકાનાં બે મોટા શહેરોમાં “વૈષ્ણવજન” ફિલ્મ દર્શાવાશે…

  આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ગાંધીજીનાં આદર્શોને દર્શાવતી શોર્ટ ફિલ્મ “વૈષ્ણવજન’’ ની પસંદગી થયેલ છે. શોર્ટ ફિલ્મ “વૈષ્ણવજન” માં પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ ચાલતી “માનવજ્યોત,, સંસ્થા ભુજની વિવિધ સેવાઓને આવરી લેવામાં આવી છે. આ ફિલ્મનાં દિગદર્શક મુળ ભુજનાં હાલે અમદાવાદ રહેતા શ્રી સમ્યક વૈદ્યે કરેલું છે. અભિનય તેમની સુપુત્રી બાળ કલાકાર સ્વરા વૈદ્ય કરેલું છે. […]

જન્મદિન પ્રસંગે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

<p>લખપત તાલુકાનાં જાડવા ગામે રબારી બીજલ (લખમીર) ભાઇએ પોતાનાં પુત્ર વિશાલનાં જન્મદિન પ્રસંગે પોતાનાં ગામ જાડવા તથા આજુબાજુનાં ૧૦ ગામોનાં મંદિરો – શાળાઓમાં પક્ષીઓનાં પાણી પીવાનાં કુંડા તથા ચકલીઘર લગાડી જીવદયાનું કાર્ય કર્યું હતું.</p> <p>માનવજ્યોતનાં પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ બિજલ ભાઇએ ૨૦૦ કુંડા અને ૫૦ ચકલીઘરોનું વિતરણ કરી એક અનોખો – પ્રેરણારૂપ ઉદાહરણ પૂરૂં પાડ્યું […]

“રક્ષકવન” મધ્યે મુલાકાતીઓને કુંડા ચકલીઘર વિતરણ કરાયા

<p>માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ -ખાવડા માર્ગ ઉપર આવેલ રક્ષકવન મધ્યે કુંડા અને ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.</p> <p>ગુજરાત રાજ્ય વન વિભાગનાં વનપાલ શ્રી અશ્વીનભાઇ પંડયા, માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષીનાં વરદ્‌ હસ્તે રક્ષકવનની મુલાકાતે આવેલા દરેકે દરેક મુલાકાતીઓને કુંડા-ચકલીઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક […]

નાગોર ગામે કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ નજીક આવેલા નાગોર ગામનાં બસ સ્ટેશને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ ગામનાં સરપંચ શ્રી અરવિંદભાઇ સોરઠીયાનાં અધ્યક્ષ પદે યોજાયો હતો. પ્રધ્યુમનસિંહ ચુડાસમાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રારંભે માનવજ્યોતનાં પ્રમુખ પ્રબોધ મુનવરે સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની સમજ પૂરી પાડી હતી. ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજાએ અબોલા […]

ઝારખંડની મહિલાનું પતિ-પુત્રો સાથે છ વર્ષે થયું મિલન માતાને પુત્રોએ નવી સાડી-મંગલસુત્ર પહેરાવીને ઘરે લઇ ગયા યુવાન પુત્રો ભૂતાન-દીલ્હીથી માતાને તેડવા ભુજ સુધી પહોંચ્યા

ઝારખંડનાં ગુમલા જિલ્લાનાં કુરૂ ગામની ૬૦ વર્ષિય ઇન્દ્રી દેવી છ વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ એક વર્ષ પહેલાં તે મોરબીનાં શ્રી યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટનાં આશ્રમ સુધી પહોંચી હતી. અહીં બાર મહિનાં તેની સારી સારવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેને મોરબીથી શ્રી […]

ઉત્તર પ્રદેશનાં પિતા-પુત્રનું બે વર્ષે થયું મિલન

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનાં દેવાર ગામનો ૩૦ વર્ષિય યુવાન મોહમદ હલીમ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ તે અચાનક ભુજ સુધી પહોંચ્યો હતો. અને માંડવીનાં દરિયા કિનારા વિસ્તાર સુધી પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે માંડવીથી મળ્યો હતો. માંડવીથી તેને ભુજ લઇ આવી માનવજ્યોત સંચાલિત શ્રી રામદેવ […]

માધાપરમાં કુંડા-ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માધાપર દશનામ ગોસ્વામી મહિલા મંડળનાં સાથ અને સહકારથી કુંડા-ચકલીઘર તથા કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ ખેતરપાળ દાદા મંદિર માધાપર મધ્યે પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રારંભે મહિલા મંડળનાં પ્રમુખ સાવિત્રીબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે મંત્રી ગીતાબેન ગોસ્વામીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવરે […]