નાગાલેન્ડની ગુમ થયેલી છ બાળકોની માતા ભુજમાંથી મળી આવી

  નાગાલેન્ડ રાજ્યનાં ઓસુકુમ ગામની એક ૪૮ વર્ષિય યુવાન મહિલા ટ્રેન મારફતે ભુજ સુધી આવી પહોંચી હતી. પગે ચાલી લખુરાઇ ચાર રસ્તા સુધી પહોંચતા ત્યાંના ગન્ની ઇસ્માઇલ કુંભાર, અબ્દુલકાદર કુંભાર તથા સુલેમાન કાસમ કુંભારે તેને રીક્ષાથી માનવજ્યોત કાર્યાલયે પહોંચાડી હતી. પેન્ટ-શર્ટમાં સજ્જ આ મહિલાની ભાષા સમજી શકાય તેમ નહોતી. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર અને માનવજ્યોતનાં પ્રબોધ […]

આપણે આપણી વ્યવસ્થા કરી લીધી, પણ આપણી સાથે રહેતા પક્ષીની વ્યવસ્થા કરતાં ભૂલી ગયા માનવજ્યોત દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા “વિશ્વ ચકલી દિવસ,, ની ઉજવણી રોટરી નગરના તર્પણેશ્વર મહાદેવ મંદિરે બિહારીલાલ મંદિરના મહંત શ્રી મોનીબાપુની સાનિધ્યમાં કરવામાં આવી હતી.   પ્રારંભે  શ્રી બટુકભાઇ ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર આપ્યો હતો.  માનવજ્યોતના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાએ માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. માનવજ્યોત સંસ્થા ભુજના પ્રબોધ મુનવરે આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્‌બોધન કરતાં […]

પર્યાવરણ સાથે રૂપકડી ચકલીઓને પણ બચાવીએ (૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ) – પ્રબોધ મુનવર

આજે ચકલીઓનું અસ્તિત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. લુપ્ત થઇ ગયેલા હોલા, કાગડા, પોપટ, કાબર, ગીધ, સમડી, કબુતર  પછી હવે  મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. એક હતો ચકો એક હતી ચકી વાર્તાર્ હવે ભૂંસાઇ રહી છે શહેરના બિલ્ડીંગોના ગાઢ વિસ્તારોમાં ચકા-ચકી પોતાનાં ઘરનું એડ્રેસ શોધતા-શોધતા એવા […]

માનવજ્યોત સંસ્થા દ્વારા કુંડા-ચકલીઘર વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો

ઉનાળાની કાળઝાળ ગર્મીમાં તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા માટીનાં કુંડા તથા ચકલીઘરનું વિતરણ કાર્ય શરૂ કરાયું હતું. ભચાઉ તાલુકાનાં નેર ગામના પાબુદાદા મંદિર  પ્રાંગણેથી ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા તથા જાણીતા દાનવીર દાતાશ્રી નાનજીભાઇ ખીમજી થાણાવાલાનાં શુભ વરદ્‌ હસ્તે જીવદયાનાં આ કાર્યનો […]

૨૦મી માર્ચ વિશ્વ ચકલી દિવસ

કચ્છમાં ચકલીઓનું અસ્તિત્વ જાખમાતું જાય છે. ચકલીઓની સંખ્યા દિવસો દિવસ ઘટતી જાય છે. કચ્છમાં લુપ્ત થઇ ગયેલા કાગડા પછી હવે કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાનાં બદલે છત, પ્રદુષણ, નવી રહેણી કરણી, ઉંચા મોબાઇલ ટાવરો, જંતુનાશક દવાઓનાં વપરાશ વિગેરે કારણોથી કચ્છમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ […]

પૂ. જીગ્નેશદાદા (રાધે-રાધે) એ સંસ્થાને આશિર્વાદ આપ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા,  પાલારા-કચ્છ મધ્યે શ્રી રામદેવ સેવાશ્રમ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. માત્ર બે વર્ષમાં કચ્છમાં રસ્તે રઝડતા એકલા-અટુલા-નિરાધાર ૨૨૫ માનસિક દિવ્યાંગોને આ સ્થળે લાવી તેમની સારી સારવાર કરાવી, ઘર શોધી, ઘર સુધી પહોંચાડવાનું માનવસેવાનું ભગીરથ કાર્ય કરાયું છે. જેનાં કારણે કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગોની સંખ્યામાં ઘરખમ ઘટાડો થયો છે. અને […]

સીટી ટ્રાફિક પોલીસ દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

ભુજ શહેર સીટી ટ્રાફિક પોલીસ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણ ટાઇમનું આખા દિવસનું મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન કરાવાયું હતું.સીટી ટ્રાફિક પોલીસે માનસિક દિવ્યાંગોને સ્વહાથે ભોજન પીરસ્યું હતું. અને માનવ સેવાનો અનેરો લાભ લીધો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, દિપેશ શાહ, ગુલાબ મોતા, હિતેશ ગોસ્વામી, પ્રતાપ ઠક્કર, રિતુબેન વર્માએ આભારની […]

પાર્થિવ પટેલે માનવજ્યોતને શુભેચ્છા પાઠવી

ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી અને જાણીતા વિકેટકીપર-બેસ્ટમેન ઓલરાઉન્ડર શ્રી પાર્થિવ પટેલે ગાંધીનગર મધ્યે રાજભવન ખાતે માનવજ્યોત સંસ્થા ભુજને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, શ્રીમતિ જયાબેન મુનવર, આનંદ રાયસોની, અમીતા જૈન, તનિષ્ક જૈન, ગીતાબેન ઝવેરી, દક્ષાબેન છેડાએ અમદાવાદ મધ્યે પાર્થિવ પટેલને મળી માનવજ્યોતની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

વિશ્વ મહિલા દિવસે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરાઇ મહિલાઓના અધિકાર વિશે માહિતી અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરનાં શ્રમ એરીયા દાદુપીર રોડ મધ્યે શ્રમજીવી મહિલાઓને સાડીઓ વિતરણ કરવાનો કાર્યક્રમ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રારંભે શ્રી શંભુભાઇ જાશીએ મહિલા દિવસ ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે મહિલાઓને […]

કચ્છના સાંસદશ્રીએ જન્મદિનની કરી અનોખી ઉજવણી

કચ્છ-મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ૫૧ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડી જન્મદિન મનાવ્યો હતો. ભોજન જમી માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મનીષભાઇ બારોટ, કમલભાઇ ગઢવી, નીખીલભાઇ ઠક્કર, પ્રબોધ મુનવર તથા વિનોદ […]