દર વર્ષે 27 મી ફેબ્રુઆરીએ “વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ’’ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવેલ. એન.જી.ઓ. સ્થાનિક-પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે.
આર્થિક, સામાજિક, શૈક્ષણિક જેવા તમામ ક્ષેત્રોમાં એન.જી.ઓ. મહત્વનો ભાગ ભજવે છે. એન.જી.ઓ. વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરતા હોય છે અને તેમનો સમાજનાં નિર્માણમાં મહત્વનો ફાળો હોય છે.
કોરોનાં મહામારી સમયે લોકડાઉન વખતે પણ આખો દેશ શાંત હતો ત્યારે એન.જી.ઓ. સેવાઓમાં સક્રિય હતા. સંસ્થાઓ દેશનાં વિકાસમાં મદદરૂપ થતી રહે છે. એન.જી.ઓ.ના કાર્યકરો સખત મહેનત અને નિઃસ્વાર્થ સેવા કરતા રહે છે.
ભુજની માનવજ્યોત સંસ્થાએ કોરોના મહામારીમાં પણ ભુજ તાલુકાનાં 15 ગામોમાં રસોડા શરુ કરી ભુજ અને ભુજ વિસ્તારમાં લોકોનાં ઘર સુધી બપોરે જમવાનું પહોંચાડેલ અને એ સમયે દરરોજ ભુજમાં 3 હજાર લોકોને જમવાનું પહોંચાડેલ.
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ નિમિત્તે કુંડા-ચકલીઘર વિતરણ કરવામાં આવેલ. તેમજ માનસિક દિવ્યાંગોને તથા એકલા-અટુલા નિરાધાર વૃદ્ધ-વડીલોને મિષ્ટાન સાથેનું ભોજન અર્પણ કરવામાં આવેલ.
સંસ્થાના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, દિપેશ શાહ, રફીક બાવા, નિતિન ઠક્કર તથા સર્વે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

