Category Archives: News/Events

મૂંગા યુવાનની આંગળીમાં ચામડી નીચે દટાયેલી વીંટી કઢાવી, પીડામાંથી મુક્ત કરાવાયો

માનવજ્યોત સંસ્થા ભુજને એક ૩૦ વર્ષિય મૂંગો યુવાન મળી આવ્યો હતો. આ યુવાનની આંગળીમાં ગંભીર ઇજા જણાતા, એને ભુજની જનરલ હોસ્પીટલમાં દાખલ કરાવવામાં આવ્યો. એક ઇંચની આંગળી ૩ ઇંચ પહોળી થઇ ગઇ હતી. અને ચામડીની અંદર વીંટી દટાઇ ગયેલી જાેવા મળી હતી. સોજાનાંં કારણે આંગળી ત્રણ ઇંચ પહોળી બની ગઇ હતી. આ મૂંગો યુવાન કોઇને […]

ગુમ થયેલો યુવાન અઢી વર્ષે મળ્યો દશેરા પર્વે પરિવાર સાથે થયું મિલન

ગુજરાતનાં પંચમહાલ જીલ્લાનાં ગોધરા નજીકનાં ગોઠડા ગામનો ૩૦ વર્ષિય યુવાન નરેશ ભીમાભાઇ બારીયા અઢી વર્ષ પહેલાં ગુમ થયો હતો. રઝળતો-ભટકો તે અનેક રાજ્યો અને શહેરોમાંથી થઇ દશ દિવસ પહેલાં ભુજ પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીર પ્રબોધ મુનવર તથા માનવજ્યોતનાં રફીક બાવાને તે ભુજ-ખાવડા માર્ગ ઉપરથી મળ્યો હતો. તેની પાસેથી માહિતી મેળવી તેનું ઘર અને પરિવાર […]

નવરાત્રી પર્વે માનસિક દિવ્યાંગો રાસ-ગરબા રમી નાચી-ઝુમી ઉઠયા હિન્દુ-મુસ્લિમ મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ જમાવી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત, પાલારા-કચ્છ મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમનાં ૩૮ માનસિક દિવ્યાંગો નવરાત્રી પર્વે મા જગદંબાની સમૂહમાં આરતી ઉતારી રાસ-ગરબા લઇ નાચી-ઝુમી ઉઠઆ હતા. નવા વસ્ત્રોમાં સજ્જ થઇ માતાજીની ભાવપૂર્વક ભક્તિ કરી હતી. આશ્રમનાં વિશાળ પ્રાંગણમાં સતત બે કલાક સુધી રાસ રમ્યા હતા. જે જાવા લોકો પણ થંભી ગયા હતા. પ્રારંભે સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર […]

ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા રાજસ્થાન તિર્થોની યાત્રા યોજાઇ

ભુજ અચલગચ્છ જૈન સંઘ દ્વારા તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.સા. શ્રી કિર્તીલતાશ્રીજી મ.સા.નાં શુભ આશિર્વાદથી કટારીયાજી, રાધનપુર, ભીલડીયાજી, વરમાડ, જીરાવલા, દંતાણી-પાવાપુરી, ભેરૂતારક, ઝાલોર, જહાજમંદિર, નાકોડાજી તથા બાડમેર, જેસલમેર, લોધરવા, પાર્શ્વનાથ, ભીલમાલ તીર્થોની યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પી.સી. શાહ, ભરત બી. શાહ, હર્ષદ બી. શાહ, ભરત સી. શાહ, રમેશ એમ. […]

અકસ્માતનો ભોગ બનેલા યુવાનને ટ્રાયસિકલ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અકસ્માતનો ભોગ બનેલા ભચાઉનાં સોમાભાઇ જે. આદિવાસીને ટ્રાયસિકલ અર્પણ કરી માર્ગ ઉપર ફરતા કર્યા હતા. પત્ની ચાલી ગયા પછી ત્રણે બાળકો પણ અકસ્માત સમયે રીક્ષામાં હતા. જે નાના બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે સોમાભાઇને છ મહિનાનું પગે ફેકચર આવ્યું હતું. ૧૦ મહિના પછી આવી પરિસ્થિતિમાંથી તેને બહાર લાવવા માનવજ્યોત સંસ્થા […]

કોઠારા પાંજરાપોળનાં પશુધનને બચાવવા પાંચ લાખ એકઠા કરાયા

શ્રી કોઠારા જૈન મિત્ર મંડળ મુંબઇ દ્વારા ૩૯ મું સામૂહિક ક્ષમાપના, સ્નેહમિલન,સ્વામિવાત્સલ્ય, તપસ્વીઓનું બહુમાન, શૈક્ષણિક સન્માન કાર્યક્રમ જૈનમ્‌ બેંકવેટ હોલ ભાડુંપ મધ્યે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન પ્રવિણભાઇ શામજી ધરમશીંએ જયારે અતિથિવિશેષ પદ તરૂણભાઇ રતનશીં લોડાયા, હીરાચંદભાઇ દામજી દંડ, તેમજ નલીનભાઇ અજાણી, હેમંતભાઇ અજાણી, મયંક રૂપેન ધુલ્લા, અનીતા ધરમશીં, દીનેશ અજાણી તથા અનીલ મોતાએ શોભાવ્યું […]

શ્રાદ્ધ નિમિત્તે લોકો માનસિક દિવ્યાંગોને જમાડવા પહોંચ્યા.

શ્રાદ્ધ નિમિત્તે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવાનાં કાર્યને શ્રેષ્ઠ કાર્ય માનતા પરિવારો, પોતાનાં સ્વજનનોની પુણ્ય સ્મૃતિમાં શ્રાદ્ધ નિમિત્તે આવા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત પાલારા-કચ્છ મધ્યેનાં શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડી શ્રાદ્ધની ઉજવણી કરી પુણ્યનું ભાથું બાધ્યું હતું. તેવું શ્રી સુરેશ માહેશ્વરીએ જણાવ્યું હતું.

શ્રી જયેશ જૈન ને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ -૨૦૧૮” અર્પણ કરાયો

સમાજ અને શાસનનાં સર્વ શ્રેષ્ઠ કાર્યો, તથા દેશભરમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા અને સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય કરવા બદલ શ્રી જયેશ ભાગચંદ જૈન કોઠારા હાલે મુલુન્ડને જૈન સમાજનો પ્રતિષ્ઠિત “દર્શન સાગર એવોર્ડ-૨૦૧૮” અર્પણ કરવામાં આવ્યો હતો. નાકોડા દર્શન ધામ (વસઇ પાલઘર) મધ્યે રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્ય શ્રી ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં યોજાયેલ સમારોહમાં […]

પાંચ મહિનામાં ૨૦ હજારથી વધુ લોકોએ પાણીનાં પરબનો લાભ લીધો.

આર.ટી.ઓ રિલોકેશન વિસ્તારમાં આવેલ સ્વ. ભાનુબેન મગનલાલ ઠક્કર (માણેક) ભુજનાં સ્મરણાર્થે સંચાલિત “જલારામ અમૃતજળ” પાણીનાં પરબનો માત્ર પાંચ મહિનાંની અંદર વીશ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા પૂર્વ શિક્ષક શ્રી મગનલાલ ઠક્કર અહીં સેવાઓ આપી રહ્યા છે. ગામડાઓ, શહેરોનાં લોકો તથા મજુર વર્ગ, ડ્રાઇવરો, અન્ય રાહદારીઓએ આ પરબનું ઠંડુ પાણી પી શાંતિ […]

શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવે છે. […]