Category Archives: Activities

ભુજમાં ૧૦૩ વૃદ્ધ-વડીલોને ઘેર બેઠા ટીફીન દ્વારા ભોજન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ભુજમાં એકલા-અટુલા -નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોનાં ઘર સુધી પહોંચી જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. વૃદ્ધ વડીલો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે. આ કાર્યની શરૂઆત ભુજનાં કબીર મંદિર સ્થળેથી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર તથા મહાવીર-કબીર-સાંઇ સત્સંગ મંડળનાં સહયોગથી કરવામાં આવેલ. ૭૦ ની વટ વટાવી ચૂકેલા, ઘરે એકલા […]

માનવજ્યોતને સીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ

સ્વ. શશીકાન્ત ચુનીલાલ ભટ્ટ ભુજનાં સ્મણાર્થે તેમનાં પરિવારજનો હસ્તે સરલાબેન ભટ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને જરૂરી સીકબેક વસ્તુઓ પલંગ, એરબેડ, કોમ્બેડચેર વિગેરે અર્પણ કરાઇ હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ વસ્તુઓ સ્વીકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો.

માનવજ્યોતને ૨૫ હજારનું અનુદાન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી રમેશચંદ્ર માધવજી ગોર દેવલાલી તારા રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું. તેમજ એન્કરવાલા અહિંસાધામ પ્રાગપરને રૂા ૨૫હારનું અનુદાન અપાયું હતું. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ તેમજ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપર દ્વારા ગીરીશભાઇ નાગડાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.

બંને મહિલાઓને તેમના ઘર સુધી પહોંચાડાઇ પરિવારજનો સાથે બે વર્ષ પછી થયું મિલન

મહારાષ્ટ્રનાં જાલના અને સતારા શહેરોની બે અલગ-અલગ મહિલાઓ અનેક રાજ્યોમાંથી થઇ રેલ્વે મારફતે ભુજ પહોંચી હતી. માનવજ્યોત સંસ્થાને ભુજ વિસ્તારમાંથી મળી આવતાં તેમને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા -કચ્છ મધ્યે રાખી સારવાર આપવામાં આવતાં તેઓ ૧૫ દિવસમાં સ્વસ્થ બની હતી. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેનાં પતિદેવોને શોધી […]

માનવજ્યોતને દોઢ લાખનું અનુદાન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને માતુશ્રી હીરાબેન ડુંગરશી મોમાયા તથા પિતાશ્રી ડુંગરશી વિશનજી મોમાયા ગામ શાયરા-આદિપુર – ભુજનાં આત્મશ્રેયાર્થે માનવસેવા કાર્ય માટે પ્રિતીબેન ડુંગરશી મોમાયા ભુજ દ્વારા રૂા. ૧,૫૧,૧૧૧ એક લાખ એકાવન હજાર એકસો અગિયારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ […]

શ્રી તારાચંદભાઇ છેડાનો ૦૨મો જન્મદિન ઉજવાયો

રાજ્યનાં પૂર્વ મંત્રી, અનશનવ્રત ધારી અને માનવજ્યોત સંસ્થાના માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ છેડાનાં ૭૨ માં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાવાયું હતું. અને સ્વર્ગસ્થની સેવાઓને બિરદાવી તેઓને અંજલિ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ […]

ભુજમાં આગનાં બનાવથી બેઘર બનેલા દિવ્યાંગ પરિવારને તાત્કાલિક સહાય કરાઇ

ભુજ શહેરનાં વાલ્મીકીનગરમાં રહેતા ગોસ્વામી દિવ્યાંગ દંપતિનાં ઘરમાં આગ લાગતાં સંપૂર્ણ ઘરવખરી બળીને રાખ થતાં ભુજની માનવજ્યોત સંસ્થા પરિવારનાં વહારે આવી હતી. પાથરવા-ઓઢવાનાં સાધનો, વાસણ, પહેરવાનાં કપડા, અનાજ, રાશન, તાલપત્રી તથા અન્ય ઘરવખરી માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, હિતેશ ગોસ્વામીએ તેમના ઘર સુધી પહોંચાડી હતી.

૮૮ વર્ષિય વૃદ્ધાને પણ ઘર શોધી અપાયું

ભુજનાં જયુબિલી ગ્રાઉન્ડ વિસ્તારમાં એક અજાણ્યા વૃદ્ધા સમી સાંજે દેખાતાં જાગૃત નાગરિકોએ માનવજ્યોત સંસ્થા ભુજને જાણ કરતાં વૃદ્ધાને સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેઓનું ઘર શોધવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. યાદશક્તિ ઓછી હોવાથી વૃદ્ધા સરખા મુંઝાયા હતા. ૮૮ વર્ષિય વૃદ્ધાએ આધોઇ-દુધઇ-રાપર ત્રણ ગામોનાં નામ આપતાં સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ પોલીસનો […]

ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું.

ભુજમાં વરસાદ વચ્ચે ૪૦૦ જરૂરતમંદોને ભોજન પહોંચાડાયું. ભુજમાં વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભુંગા-ઝુંપડાઓમાં રહેતા ૪૦૦ જરૂરતમંદો સુધી ફુલ ભોજન પહોંચાડાયું હતું. અને વરસાદમાં જરૂરતમંદો ભરપેટ જમ્યા હતા. શીવજીભાઇ હાલાઇ મેઘપર દ્વારા ૩૦૦ તથા અપનાઘર માધાપર સ્થળેથી ૧૦૦જેટલા લોકો માટે તૈયાર રસોઇ માનવજ્યોતને આપવામાં આવતાં આ ભોજન જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા […]

ઉત્તર પ્રદેશનો ગુમ યુવાન ૪ વર્ષે મળ્યો પરિવારજનો સાથે થયું મિલન

ઉત્તરપ્રદેશનાં મુથરા જીલ્લાનાં પંચાવર ગામનો ૫૩ વર્ષિય ટોનુખાન ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ભારતનાં અનેક રાજ્યોમાંથી રખડતો-ભટકતો તે રેલ્વે મારફતે કચ્છ પહોંચ્યો હતો. શરૂઆતમાં કોડાયપુલ ચાર રસ્તા ઉપર આશ્રય લીધો હતો. અહીં તેને ખાવા-પીવાનું મળી રહેતું. ત્યાર બાદ તે ભુજ પહોંચ્યો હતો. તેનો ડાબો હાથ અડધો છે. ભુજ હિલગાર્ડનથી રઘુવંશીનગર ચોકડી પાસે […]