સાંસદશ્રીએ માનસિક દિવ્યાંગો વચ્ચે જઇપોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

કચ્છ –મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચી જઇ માનસિક દિવ્યાંગો વચ્ચે પોતાનાં જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. સમગ્ર આયોજન જીલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા કરવામાં આવેલ.

પોતાનાં હસ્તે બર્થ ડે કેક કટીંગ કરી સૌ પ્રથમ કેક માનસિક દિવ્યાંગોને ખવડાવી જન્મદિવસ ઉજવ્યો હતો.

માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ તેઓનું સન્માન કરી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગે દેશ ભક્તિનું ગીત રજુ કર્યું હતું.

પ્રમુખ રવિભાઇ ગરવા, મહામંત્રી શામજીભાઇ વાણિયા, ઉપપ્રમુખ અશોકભાઇ હાથી, પચાણભાઇ સંજોટ, પ્રકાશ મહેશ્ર્વરી, નરેશ મહેશ્ર્વરી, મોહન ચાવડા, મીત ઠક્કર, વિરમ આહિર, હિતેશ ગોસ્વામી, કિશોર મહેશ્ર્વરી, દીપક સીજુ, હિતેશ ખંડોલ, દિનેશ ઠક્કર, શ્રાવણસિંહ વાઘેલા, રવિભાઇ ત્રવાડી, જયંત ઠક્કર તથા જીલ્લા ભાજપનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માનસિક દિવ્યાંગોને આખા દિવસનું મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જીલ્લા અનુસુચિત જાતિ મોરચા દ્વારા કરાવામાં આવેલ.

સાંસદ શ્રીએ સ્વહસ્તે માનસિક દિવ્યાંગોને ભોજન જમાડી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.