પ્રમાણિક્તા કપડામાંથી નીકળેલ સોનાની ચેન પરત કરાઇ

દિપાવલી પર્વ હોતાં ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારો જુનાં કપડા માનવજ્યોતને ગરીબો અને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા આપી દે છે.

આવેલ કપડામાંથી સોનાની રૂપિયા દોઢ લાખની ચેન મળી આવતાં ચેનનાં મૂળ માલિક રમેશભાઇ ઠક્કરને આ ચેન સોંપવામાં આવતાં પરિવારજનોએ માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો.

અગાઉ એક પરિવારનાં પતિ-પત્નીએ માનવજ્યોતને કપડા આપેલા. 10 દિવસ પછી યાદ આવતાં માનવજ્યોત કાર્યાલયે પહોંચ્યા હતા. અને પેન્ટનાં પોકેટમાં રૂ. સાડા ત્રણ લાખની સોનાની ચેઇનો રહી ગઇ હોવાનું જણાવતાં આવેલા કપડામાંથી પોતાની થેલી ઓળખી બતાવતાં થેલીમાં પેન્ટમાંથી સોનાની 3 ચેઇન હેમ-ખેમ મળતાં પતિ-પત્ની ખુશ-ખુશાલ બની, માનવજ્યોતનો આભાર માન્યો હતો.