માનવસેવા, જીવદયા અને સમરસતાના ઉપાસક અંબેધામ ગઢશીશાનાં પરમ વંદનીય ભાગવત દેવી, પૂજ્ય ચંદુમાનાં સાનિધ્યમાં અને ગં.સ્વ. માતુશ્રી ઉષાબા વિજયભાઇ આડઠક્કરનાં મુખ્ય યજમાનપદે, પ્રખર ભાગવતકાર પૂજ્ય જિજ્ઞેશદાદાની ગઢશીશા મધ્યે ચાલતી શ્રીમદ્ ભાગવત કથા દરમ્યાન માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા,
સહદેવસિંહ જાડેજાએ પૂજ્ય જિજ્ઞેશદાદાને કુંડા-ચકલીઘર અર્પણ કર્યા હતા. અને કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા ભુજની ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી માહિતિગાર કર્યા હતા. પૂજ્યશ્રીને સંસ્થા દ્વારા સાલ તથા માનવજ્યોત સંસ્થા
ભુજની પ્રવૃત્તિઓની બુકલેટ અર્પણ કરાઇ હતી. પૂજ્ય જિજ્ઞેશદાદાએ માનવજ્યોત સંસ્થાની માનવસેવા, જીવદયાની
પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને આશિર્વાદ પાઠવ્યા હતા. મહેશસિંહ જાડેજા તથા જયેશભાઇ વ્યાસ સાથે રહ્યા હતા.

