માનસિક દિવ્યાંગોએ 11 માં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની કરી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ યોગા કર્યા હતા. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ માનસિક દિવ્યાંગોને યોગા કરાવ્યા હતા.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી સહિત સર્વે કાર્યકરોની ટીમ વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઈ હતી