માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી ભરતભાઇ રાણાએ શોભાવ્યું હતું.
પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાઓ માટેના કાયદા અને સુરક્ષાની સમજ પૂરી પાડી હતી.
સુરેશભાઇ માહેશ્ર્વરી, ભરતભાઇ વી. સોનીએ મહિલાઓને દરેક ક્ષેત્રે આગળ આવવા સમજ આપી હતી.
માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી સહકાર આપનાર રઘુવંશીનગરનાં માલાબેન જોષી, સરલાબેન ગોસ્વામી, કંચનબેન વ્યાસ, સેજલબા ઝાલા, ઝંખનાબા પરમારની નારીશક્તિને બિરદાવી માનવજ્યોત દ્વારા સન્માનપત્રો અર્પણ કરવામાં આવેલ. અને તેઓની સેવાઓને બિરદાવવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે આભારવિધિ પ્રવિણ ભદ્રાએ કરેલ. વ્યવસ્થા આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, લક્ષ્મણગર ગોસ્વામીએ સંભાળી હતી.

