ભીડગેટથી નવા રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર આવેલા કોલીવાસનાં અગ્રણી આગેવાન શ્રી હરજીભાઇ રવા કોલીનું અવસાન થતાં કોલી સમાજમાં દુઃખની લાગણી પ્રસરાઇ હતી. હરજીભાઇ શિક્ષણપ્રેમી હતા. સમાજનાં બાળકો શિક્ષણ મેળવી આગળ વધે એ માટે સતત પ્રયત્નો કરતા રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જાષી, અરવિંદ ઠક્કર, રફીક બાવાએ અંજલી આપી હતી.
Category Archives: સમાચાર / ઘટનાઓ
જબલપુરની ૩૦ વર્ષિય મુસ્લિમ યુવતી ફિરદોઝ અચાનક ભુજ આવી ચડી હતી. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવરે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે રાખી, ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવાતં તે માત્ર ૪ દિવસમાં જ સ્વસ્થ બની હતી. સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા ગુલાબ મોતાએ તેનું ઘર […]
માંડવી શહેરને પોતાનું આશ્રય સ્થાન બનાવનાર વરૂણદાસ ૧૧ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માંડવી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી પોતાનાં પેટનો ખાડો પૂરતો માનસિક દિવ્યાંગ પગથી પણ દિવ્યાંગ હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેને માંડવીથી ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે રાખી ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો […]
દાતાશ્રી અનીલભાઇ તથા રસીલાબેન ખીમાણી દહીંસરાવાલા તરફથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાંગોને નવા કપડા તથા નવા પગરખા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, મંત્રી સુરેશભાઇ માહેશ્વરી તથા ગુલામભાઇ મોતા, રિતુબેન વર્માએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.
શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન કચ્છ એકમ, સમૂહલગ્ન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિનો આગામી સમુહલગ્ન તા. ૨૬-૫-૧૯ રવિવારના કચ્છમાં યોજાશે. ફોર્મ કચ્છ એકમ કાર્યાલય તથા કચ્છ એકમના સભ્યો પાસેથી મળી શકશે. ફોર્મ ભરી તા. ૩૧-૩-૨૦૧૯ સુધી મોકલવાના રહેશે. સમૂહ લગ્નમાં જાડાવા ઇચ્છુક પાર્ટીઓએ કચ્છ એકમ કાર્યાલય ગાંધીધામ મહેશ લાલકા મો. ૯૮૨૫૨૮૭૫૫૫ અથવા લહેરચંદ ખોના મો. ૯૮૨૫૧૩૮૧૦૩ નો […]
ઉત્તર પ્રદેશનાં બલીયા જિલ્લાનો વતની બિકોમ ભણેલો રવિકુમાર શુકલ ઉ.વ. ૪૮ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક ખર્ચ કર્યા પછી પણ તેનો કયાં પણ પતો લાગ્યો નહીં. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા દયારામ મહારાજને તે ગાંધીધામ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ […]
ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજભવન ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ,, અર્પણ કરવામાં આવ્યો હતો. કચ્છ જીલ્લામાંથી શ્રી મુનવરની માનવસેવા-જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓ તથા ગુમ થયેલા લોકોને શોધી આપી તેમના ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ, અન્નનો બગાડ અટકાવવાની કામગીરીને […]
ગુજરાતનાં અંકલેશ્વરનાં પીરામણ ગામનો યુવાન સ્ટીવન ઉર્ફે ટીનો ઉ.વ. ૩૦, નવ મહિનાં પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે રખડતો-ભટકતો મોરબી સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટયર પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ મોરબીનાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટને તે એક પુલીયા નીચેથી સૂતેલી હાલતમાં મળ્યો હતો. ટ્રસ્ટે તેને આશ્રય આપી તેની સારવાર કરાવી હતી. […]
ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને તા. ૧૫-૨ સાંજે ૫-૩૦ કલાકે રાજભવન ગાંધીનગર મધ્યે રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ-૨૦૧૮,, અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ માટે કચ્છ જિલ્લામાંથી તેમની માનવસેવા-જીવદયા, પર્યાવરણની પ્રવૃત્તિઓ અને ગુમ થયેલા લોકોને શોધી આપવાની સર્વ શ્રેષ્ઠ કામગીરીને લક્ષમાં રાખીને કરવામાં આવી […]
વિકસતા માંડવી શહેરનાં બંદર રોડ ઉપર દરિયા કિનારે આવેલ શ્રી અજીતનાથજી પ્રભુજી જૈન જિનાલયની ૧૩૮ મી વર્ષગાંઠની ઉજવણી પ્રખર પ્રવચનકાર પ.પૂ. મુનિરાજ શ્રી પુર્ણભદ્રસાગરજી મ.સા. ની પાવનકારી શુભ નિશ્રામાં કરવામાં આવેલ. પ્રભુજીનાં અઢાર અભિષેકનો લાભ વિવિધ ૧૮ દાતાશ્રીઓએ લીધેલ. સતરભેદી પૂજા બાદ જિનાલયનાં શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ. મુખ્ય ધ્વજાનાં ચડાવાનો લાભ નવિનચંદ્ર ખીમજી […]










