માંડવી શહેરને પોતાનું આશ્રય સ્થાન બનાવનાર વરૂણદાસ ૧૧ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. માંડવી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી પોતાનાં પેટનો ખાડો પૂરતો માનસિક દિવ્યાંગ પગથી પણ દિવ્યાંગ હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરે તેને માંડવીથી ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે રાખી ડો. મહેશભાઇ ટીલવાણી પાસેથી સારવાર કરાવતાં તે સ્વસ્થ બન્યો […]
Category Archives: સમાચાર / ઘટનાઓ
દાતાશ્રી અનીલભાઇ તથા રસીલાબેન ખીમાણી દહીંસરાવાલા તરફથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ૪૫ માનસિક દિવ્યાંગોને નવા કપડા તથા નવા પગરખા અર્પણ કરાયા હતા. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, મંત્રી સુરેશભાઇ માહેશ્વરી તથા ગુલામભાઇ મોતા, રિતુબેન વર્માએ દાતાશ્રીનો આભાર માન્યો હતો.
શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન કચ્છ એકમ, સમૂહલગ્ન ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિનો આગામી સમુહલગ્ન તા. ૨૬-૫-૧૯ રવિવારના કચ્છમાં યોજાશે. ફોર્મ કચ્છ એકમ કાર્યાલય તથા કચ્છ એકમના સભ્યો પાસેથી મળી શકશે. ફોર્મ ભરી તા. ૩૧-૩-૨૦૧૯ સુધી મોકલવાના રહેશે. સમૂહ લગ્નમાં જાડાવા ઇચ્છુક પાર્ટીઓએ કચ્છ એકમ કાર્યાલય ગાંધીધામ મહેશ લાલકા મો. ૯૮૨૫૨૮૭૫૫૫ અથવા લહેરચંદ ખોના મો. ૯૮૨૫૧૩૮૧૦૩ નો […]
ઉત્તર પ્રદેશનાં બલીયા જિલ્લાનો વતની બિકોમ ભણેલો રવિકુમાર શુકલ ઉ.વ. ૪૮ અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. અનેક ખર્ચ કર્યા પછી પણ તેનો કયાં પણ પતો લાગ્યો નહીં. માનવજ્યોત સંસ્થાનાં સામાજિક કાર્યકર રિતુબેન વર્મા તથા દયારામ મહારાજને તે ગાંધીધામ રેલ્વે સ્ટેશન બહારથી મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ […]
ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને રાજભવન ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ,, અર્પણ કરવામાં આવ્યો હતો. કચ્છ જીલ્લામાંથી શ્રી મુનવરની માનવસેવા-જીવદયા અને પર્યાવરણની પ્રવૃત્તિઓ તથા ગુમ થયેલા લોકોને શોધી આપી તેમના ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિ, અન્નનો બગાડ અટકાવવાની કામગીરીને […]
ગુજરાતનાં અંકલેશ્વરનાં પીરામણ ગામનો યુવાન સ્ટીવન ઉર્ફે ટીનો ઉ.વ. ૩૦, નવ મહિનાં પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી તે રખડતો-ભટકતો મોરબી સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટયર પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ મોરબીનાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટને તે એક પુલીયા નીચેથી સૂતેલી હાલતમાં મળ્યો હતો. ટ્રસ્ટે તેને આશ્રય આપી તેની સારવાર કરાવી હતી. […]
ઇન્ડીયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફર અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને તા. ૧૫-૨ સાંજે ૫-૩૦ કલાકે રાજભવન ગાંધીનગર મધ્યે રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીજીનાં વરદ્ હસ્તે “ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ-૨૦૧૮,, અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ માટે કચ્છ જિલ્લામાંથી તેમની માનવસેવા-જીવદયા, પર્યાવરણની પ્રવૃત્તિઓ અને ગુમ થયેલા લોકોને શોધી આપવાની સર્વ શ્રેષ્ઠ કામગીરીને લક્ષમાં રાખીને કરવામાં આવી […]
વિકસતા માંડવી શહેરનાં બંદર રોડ ઉપર દરિયા કિનારે આવેલ શ્રી અજીતનાથજી પ્રભુજી જૈન જિનાલયની ૧૩૮ મી વર્ષગાંઠની ઉજવણી પ્રખર પ્રવચનકાર પ.પૂ. મુનિરાજ શ્રી પુર્ણભદ્રસાગરજી મ.સા. ની પાવનકારી શુભ નિશ્રામાં કરવામાં આવેલ. પ્રભુજીનાં અઢાર અભિષેકનો લાભ વિવિધ ૧૮ દાતાશ્રીઓએ લીધેલ. સતરભેદી પૂજા બાદ જિનાલયનાં શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવેલ. મુખ્ય ધ્વજાનાં ચડાવાનો લાભ નવિનચંદ્ર ખીમજી […]
ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ – પાલારા દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી, કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક […]
ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, એન્કરવાલા અહિંસાધામ દ્વારા સંસ્થાના ૨૭ માં વર્ષના અવસરે જીવદયા અને માનવસેવા ક્ષેત્રે સક્રિય કાર્ય કરી રહેલા ત્રણ મહાનુભાવોને અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહનું અધ્યક્ષ સ્થાન ડો. અશોક શાહ-પ્રસાદ બાયોટેક (વલસાડ), શ્રી રતીલાલભાઇ વી. શેઠીયા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી), શ્રી હિતેશભાઇ જમનાદાસ વોરા (ઝીરો બજેટ આધ્યાત્મીક ખેતી) […]










