વૃંદાવનથી પધારેલા સંત શ્રી પાગલબાબાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ ખુશી વ્યક્ત કરી હતી. તેમની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કચ્છનાં મહામંત્રી હરેશભાઇ પુરોહિત સાથે રહ્યા હતા. વરસાણા વૃંદાવન વ્રજધામથી પધારેલા સંત શ્રી પાગલબાબાએ દરેક માનસિક દિવ્યાંગોનાં મસ્તકે હાથ ફેરવી તેઓ જલ્દી સ્વસ્થ બને તેવા આર્શિવાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જુનું […]
Category Archives: સમાચાર / ઘટનાઓ
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજનાં ભાનુશાલીનગર, સરકારી વસાહત મધ્યે આવેલ. શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે કુંડા,ચકલીઘર,કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવરનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અતિથિવિશેષપદ કનૈયાલાલ અબોટી, પ્રવિણ ભદ્રા, રાધિકા મહિલા મંડળનાં પ્રમુખ પૂનમબા એચ. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,હરેશભાઇ દવે, એ શોભાવ્યું હતું. પ્રારંભે શિવશંકર નાકરે સ્વાગત પ્રવચન કર્યું હતું.માનવજ્યોતનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા કચ્છ જિલ્લામાં માનવસેવા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ છેલ્લા ૧૫ વર્ષથી થઇ રહેલ છે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, શ્રી રામકથા સમિતિ દ્વારા અહિંસાધામ નંદી સરોવર મધ્યે શ્રી રામકથાનાં છઠ્ઠા દિવસે સાંજે કચ્છ-ગુજરાતની વિવિધ સંસ્થાઓની કામગીરીને બિરદાવવામાં આવેલ. પ.પૂ. સંત શ્રી મોરારીબાપુની ઉપÂસ્થતિમાં દરેક કાર્યકરોને તેમનાં વરદ્ […]
“વાયુ’’ વાવાઝોડાની કચ્છ ઉપર ત્રાટકવાની સામે પૂર્વ તૈયારીરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સૂકા-નાસ્તાનાં ૧૦ હજાર પેકેટો તૈયાર રાખવામાં આવેલ છે.જ્યાં જરૂરત ઉભી થશે ત્યાં આ પેકેટો વિતરણ કરવામાં આવશે. માનવજ્યોતની ટીમ દ્વારા આફત અને સંકટ સમયે લોકોની વચ્ચે લોકોની સાથે રહી માનવસેવાનું કાર્ય કરવા કાર્યકરોની ટીમને તૈયાર રાખવામાં આવેલ.તેવું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા મંત્રી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ-પાલારા-કચ્છ દ્વારા નારાણપરનાં એક સદ્ગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી ૫૦૦ કિલો કેરી શ્રમજીવી પરિવારોનાં ભૂંગા-ઝુંપડાઓમાં જઇ દરેક પરિવારોને કેરીઓનું વિતરણ કરવામાં આવતાં શ્રમજીવી પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રતાપ ઠક્કરે સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ઝુંપડા અને ભૂંગાઓમાં રહેતા ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ભૂંગા ઝુંપડા સુધી જઇ ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરવામાં આવ્યા હતા. શ્રમજીવી પરિવારોને કાળઝાળ ગર્મીમાં પીવાનું ઠડું પાણી મળી રહે તેવા ઉદ્ેશ સાથે ૧૦૦ શ્રમજીવી પરિવારોનાં ઝુંપડે ઠંડા પાણીનાં માટીનાં માટલા વિતરણ કરાયા હતા. વિતરણ વ્યવસ્થા […]
માનવજ્યોત સંસ્થા દ્વારા શ્રી બાપા સીતારામ મઢુલી સંસ્કાર નગર મધ્યેના પ્રાંગણમાં બિલીપત્ર, ફુલ વિ. છોડનું વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શ્રી અર્જુનસિંહજી જાડેજાએ શોભાવ્યું હતું. શ્રી અરવિંદભાઇ ગઢવીએ સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી અર્જુનસિંહ જાડેજા, અરૂણભાઇ જાષી, દેવદત ગઢવી, કુમારસિંહ પઢિયાર, શંભુભાઇ જાષીના શુભ હસ્તે બિલીપત્ર અને ફુલના વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્ય થયું હતું. […]
<p>યુનિસેફ, કર્ણાવતી યુનિવર્સીટી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્યનાં ૩૩ જિલ્લાઓના ૧૧૬ પેરાલીગલ વોલીન્ટરોને ચાઇલ્ડ પ્રોટેકશન સીસ્ટમની ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ યુનાઇટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લો કર્ણાવતી યુનિવર્સીટી ગાંધીનગર યોજાયો હતો.</p> <p>કાર્યક્રમનું અતિથિવિશેષ પદ રાજ્ય લીગલ સર્વિસ ઓથોરીટેનાં શ્રી આર.કે. મોઢ, કર્ણાવતી યુનિવર્સીટીનાં પ્રોવોસ્ટ ડો. દિપક શિશુ, યુનિસેફ ગુજરાતનાં ચિફ ઓફિસર ડો. લક્ષ્મી […]
બિહારનાં પટણા જિલ્લાનાં પકોરા ગામનો ૩૧ વર્ષિય યુવાન મુના મિસ્ત્રી ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેનો અતો-પતો ન મળતાં પરિવારજનો ખુબ જ નિરાશ થયા હતા. દેશનાં અન્ય રાજ્યોમાંથી થઇ તે નારાયણસરોવર સુધી પહોંચ્યો હતો. સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી પ્રબોધ મુનવર તેને નારાયણસરોવરથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ […]
નખત્રાણા દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા માનવજ્યોત સંસ્થા-ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સહયોગથી કુંડા-ચકલીઘર-કાપડની થેલીઓ વિતરણ કાર્યક્રમ નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજનાં પ્રમુખ ગીરીશભાઇ ગોસ્વામી, નખત્રાણાના આગેવાન રાજેશભાઇ પલણ, ગોસ્વામી યુવક મંડળનાં પ્રમુખ મુકેશપુરી ગોસ્વામી, તાલુકા મહિલા મંડળનાં પ્રમુખ સીમાબેન ગોસ્વામી, જે.આર. ગોસ્વામી, જાગૃતિબેન ગોસ્વામીનાં અતિથિવિશેષ પદે યોજાયો હતો. રમીલાબેન ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. […]










