માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સણોસરા-રાતાતળાવ વચ્ચે રોડની એક સાઇડમાં ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા પરિવારો, ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાઇ હતી.
બળબળતા તાપ અને સખત ગરમીમાં ખુલ્લામાં રહેતા પરિવારોનાં મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી.
વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી તથા અમૃતલાલ ડાભીએ સંભાળી હતી.

