માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા 4000 થી વધુ લોકોને ફુડસ પેકેટો અર્પણ કરાયા હતા.
ભુજમાં ઝુંપડપટી-ભુંગાઓમાં રહેતા અને વરસાદી પાણીમાં ભીંજાયેલા લોકોને ખારાભાત-દાળ ઢોકરીનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યમાં બી.કે.ટી તથા અક્ષયપાત્રનો સહકાર મળ્યો હતો.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, દીપેશ શાહ, આનંદ રાયસોની, હિતેશ ગોસ્વામીએ સંભાળી હતી. ભુજની ચારે દિશામાં માનવજ્યોત સંસ્થા જરૂરતમંદ લોકો સુધી પહોંચી હતી. અને ભૂંગા ઝુંપડાઓમાં રહેતા પરિવારોને હાથોહાથ ફુડ પેકેટસ અર્પણ કર્યા હતા.