Category Archives: News/Events

જલારામ બાપાનો પ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યો

જલારામ જયંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રી જલારામ મંદિર રવાણી ફળિયા ભુજનાં સહયોગથી ભુજ અને ભુજ વિસ્તારનાં ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જલારામ બાપાનો મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. અનેક ગરીબો અને શ્રમજીવીકો ખીચડી-કઢી-રોટલા-ગોળ-મરચાનો મહાપ્રસાદ લઇ ભરપેટ જમી જલારામ બાપની જય જય કાર બોલાવી હતી. ભુજ રેલ્વે સ્ટેશને કામ […]

બિનવારસુ લાસનો આધારકાર્ડ બન્યો આધાર અંતિમવિધિ માટે પરિવારજનો આગળ આવ્યા

પશ્ચિમ બંગાળનાં ખડગપુર જિલ્લા મુકસદપુર તાલુકાનાં કૈયગેરીયા ગામનો ૨૨ વર્ષિય યુવાન કામ-ધંધા માટે ભુજ સુધી પહોંચ્યો હતો. અહીં કોઇ કામ-ધંધો ન મળતાં તે હતાશ થઇ ટેન્સનમાં આવી ગયો હતો. અંતે તેણે શેખપીર દરગાહથી ૧૦૦ મીટર ભુજ તરફ જતાં ગુંજન મિનરલ્સ નજીક એક લીંબડાનાં વૃક્ષમાં લટકી જઇ આત્મહત્યા કરી હતી. પોલીસ ને જાણ થતાં બનાવની તપાસ […]

બાળ મજુરી નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે અનેક બાળ મજૂરો શિક્ષણ તરફ વળ્યા

બાળ મજુરી પ્રથા નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે ભુજ શહેરમાં આવા રખડતા -ભટકતા અને મજુરી કામે ચાલ્યા જતા બાળકોને મજુરી કામમાંથી મુક્ત કરાવી અક્ષરદાન આપવવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે. શાળાએ નજતા બાળકોની સંખ્યા હજુ પણ મોટી છે. આવા બાળકોને સમજાવી શાળા સુધી લઇ આવી પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા સુધીનું કાર્ય […]

સેવાકાર્યનું સન્માન કરાયું

ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી દ્વારા મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભુજ મધ્યે યોજાયેલા ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં કચ્છભરમાં માનવસેવા અને જીવદયાનાં શ્રેષ્ઠ કાર્યો કરનાર માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનું સન્માન કરતા ગુજરાત રાજ્યનાં શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, સંસદ સભ્ય શ્રી વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ […]

૫૦૦ મહિલાઓને સાડી, ૬૦૦ બાળકોને નવા ડ્રેસ વિતરણ કરાયા

માનવજ્યોત ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ૫૦૦ મહિલાઓને સાડી, ૬૦૦ બાળકોને નવા ડ્રેસ, તથા ૨૦૦૦ જરૂરતમંદ શ્રમજીવીકોને તેમનાં ઝુંપડા-ભૂંગા સુધી જઇ હાથો હાથ કપડા વિતરણ કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જાષી, રફીક બાવા, જેરામ સુતાર, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, દિલીપ સાયલા […]

44 માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો અર્પણ કરાયા

શ્રી સ્વ. રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં 44 માનસિક દિવ્યાંગોને દિપાવલી પર્વ નિમિત્તે નવા વસ્ત્રો અર્પણ કરાયા હતા. માનવજ્યોત દ્વારા શ્રી વસંતલાલ અજાણી, અનીલભાઇ અજાણી તથા શિવશંકરભાઇ નાકરનું સન્માન કરી ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]

મળી આવેલી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવાયું

સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર તથા માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને માધાપર માર્ગ ઉપરથી એક અજાણી પ્રેગનેટ મહિલા મળી આવતાં તેની પૂછતાછ હાથ ધરી હતી. આ મહિલા કલક્તા અને મદ્રાસ બે શહેરોનાં નામ જણાવતી હતી. જેથી સંસ્થાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનાં નીરૂપા બારડ અને રીટાબેન અસારીએ કાઉન્સીલીંગ કર્યું […]

માનસિક દિવ્યાંગ સ્વસ્થ બનતાં તેને ઘર સુધી પહોંચાડાયો માતા-પુત્રનું છ મહિને થયું મિલન

ગુજરાતનાં પાટણ નજીકનાં રામનગર ગામનો યુવાન વિષ્ણુભાઇ ઉમેદભાઇ લીંબાચીયા ઉ.વ. ૪૪ છ મહિનાં પહેલા ગુમ થતાં તેની માતા ચિંતાતુર બની હતી. અન્ય રાજ્યોમાંથી થઇ તે અચાનક ભુજ આવી ચડી આવ્યો હતો. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને જુનાં એસ.ટી. બસ સ્ટેશન વિસ્તારમાં મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે મોકલવામાં આવ્યો હતો. […]