Category Archives: News/Events

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેમાનસિક દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગો જ્યારે માનવજ્યોત સંસ્થા સુધી પહોંચે છે ત્યારે સેવાશ્રમ સ્થળે આવા માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે. માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને દરરોજ યોગા કરાવવામાં આવે છે. ટી.વી.નાં સારા-સારા કાર્યક્રમો બતાવવામાં […]

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓ નજરે નિહાળી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અમેરિકાથી આવેલા ડોકટર રેબકા, ડોકટર એણેટ તથા કચ્છનાં વિદેશ રહેતા દાનવીર દાતા અને શ્રેષ્ઠીવર્ય શ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયાના સુપુત્રી નિશાબેન દેઢીયાએ સંસ્થાની મુલાકાત લીધી હતી. […]

પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૬૬ ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ. […]

આઠ બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ તાજા જન્મેલા બે મૃત બાળકોની પણ અંતિમવિધિ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ આઠ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. આઠ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, હિતેશ ગોસ્વામી, વિક્રમ રાઠી, રફીકબાવાએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. ગાંધીધામ, ભુજ, મુન્દ્રા, માધાપર […]

માનવજ્યોત સંસ્થા ભુજનાં સફળ પ્રયત્નોથીવધુ ત્રણ માનસિક દિવ્યાંગોને ઘર-પરિવાર મળ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને તેમનાં રાજ્ય,શહેર,ગામ, ઘર પરિવાર શોધી આપવામાં આવે છે. અત્યાર સુધી 3200 થી વધુ માનસિક દિવ્યાંગોને ફરીવાર પોતાનું ઘર અને પરિવાર મળ્યા છે. વિરમગામનાં અપનાઘર આશ્રમેથી આવેલ રંગબહાદુર ઉ.વ. 40 રોતાસ બિહાર, બયંતસિંઘ ઉ.વ. 45 ગંગાનગર રાજસ્થાનને તેમના પરિવાર સાથે ફેરમિલન […]

જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા, ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. ભુજ લોહાણા મહાજનશ્રી દ્વારા તથા ભુજ રવાણી ફળીયા જલારામ મંદિર દ્વારા માનવજ્યોત […]

વિદેશ સ્થિત દાતાશ્રીએ વિવિધ સંસ્થાઓનાસ્ટાફને રોકડ-મીઠાઇ-ફરસાણ અર્પણ કર્યા

યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતાશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડાકવર, એક કિલો મીકસ મીઠાઇ તથા સવા કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. આજ દાતાશ્રી દ્વારા […]

માનવજ્યોત દ્વારા 1500 પરિવારોને મીઠાઇ પેકેટો અર્પણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ 1500 જેટલા પરિવારોને અડધો કીલોનાં મીઠાઇનાં પેકેટો તથા ફરસાણના પેકેટો અર્પણ કરાતાં આવા પરિવારો પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. અને દાતાશ્રીઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ, રાણભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર – […]

દિપાવલી પર્વ નિમિત્તે માનવજ્યોત દ્વારા કપડા વિતરણ શરૂ કરાયું

દિપાવલી પર્વ નજીક આવી રહ્યો હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે દીશાઓમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે. ભુજ અને ભુજ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં કપડા એકઠા કરવામાં આવ્યા છે. તેમજ કેરા-કચ્છના લંડન રહેતા જેન્તીભાઇ પટેલ તથા બળદીયા-કચ્છના લંડન રહેતા શાંતાબેન ગરારા દ્વારા પણ […]

પ્રમાણિક્તા કપડામાંથી નીકળેલ સોનાની ચેન પરત કરાઇ

દિપાવલી પર્વ હોતાં ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારો જુનાં કપડા માનવજ્યોતને ગરીબો અને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા આપી દે છે. આવેલ કપડામાંથી સોનાની રૂપિયા દોઢ લાખની ચેન મળી આવતાં ચેનનાં મૂળ માલિક રમેશભાઇ ઠક્કરને આ ચેન સોંપવામાં આવતાં પરિવારજનોએ માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. અગાઉ એક પરિવારનાં પતિ-પત્નીએ માનવજ્યોતને કપડા આપેલા. 10 દિવસ […]