માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ભૂંગા-ઝુંપડા અને કાચા મકાનોમાં વસવાટ કરતી બાલિકાઓ પણ મા જગદંબાની આરાધના સાથે ઘેરબેઠા નવરાત્રી પર્વ ઉજવી શકે એવા હેતુ સાથે બાલિકાઓને દીવડા સાથે માટીનાં ગરબા અર્પણ કરાયા હતા. નવે નવ દિવસ દીવડામાં તેલ પૂરવા તથા નવલી નવરાત્રી ઘેર બેઠા ઉજવવા અને માતાજીની આરતી-ગરબા ઘેર બેસીને કરવા સમજ […]
Category Archives: Activities
ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા મંજુલાબેન ઉપાધ્યાયનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત “શ્રવણ ટીફીન સેવા,, વાહન દ્વારા સતત ત્રણ દિવસ સુધી ૧૦૦ એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ભોજન કરાવાયું હતું. ઘેરબેઠા મિષ્ટાન સાથેનું ભોજન જમી વૃદ્ધ વડીલોએ ખુશી વ્યક્ત કરી હતી. ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજનાં સર્વે બહેનો આ કાર્યમાં જોડાયા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ […]
કોરોના વાયરસનાં કારણે ઉભા થયેલા સંકટનાં કારણે દરેક પ્રવૃત્તિઓ અને ઉજવણીઓમાં પણ ફેર બદલાવ જોવા મળ્યો છે. અનેક વિધ લોકો અને પરિવારો સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરા પાડતા રહે છે. જ્યોતિબેન મુકેશભાઈ ભટ્ટ નલીયા હાલે ભુજ તથા દિપ જયેશ છેડા કાંડાગરા હાલે ભુજ દ્વારા જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ત્રણે ટાઈમનું ભોજન […]
પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ, નવરાત્રી પ્રારંભે અને નજીક આવી રહેલ દિવાળી પર્વ પૂર્વે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની ૬૨ બાળાઓને દાતાશ્રી રેખાબેન ગોરધનભાઈ હીરજી પટેલ પરિવાર માધાપર દ્વારા દરેક બાળાઓને આપવા આ નવા ડ્રેસ સંસ્થાનાં સંચાલકોને અર્પણ કરાયા હતા. બાળાઓએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દાતા પરિવારનાં ગોરધનભાઈ પટેલ, રેખાબેન પટેલ, માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદ […]
રીન્યુપાવર કાું. ના કર્મચારીઓ દ્વારા અધિક માસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીગણને વિચાર આવ્યો કે, દાન-પુનનાં આ પવિત્ર માસમાં લોકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરીએ. રીન્યુ પાવર કાું. ના કર્મચારીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. ત્યાં રહેતા માનસિક દિવ્યાંગોની જરૂરિયાત જાણી સંસ્થાને ૧૦૦૦ કિલો ચોખાનાં ૪૦ બાચકા અર્પણ કર્યા […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી માધાપરનાં સ્વ. લાલજીભાઈ જેઠાભાઈ ગોરસિયા પરિવાર દ્વારા સંસ્થાને રૂા. પચીસ હજારનું અનુદાન અપાયું હતું. દાતાશ્રી પરિવારે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, અરવિંદભાઈ ઠક્કર, લવભાઈ ઠક્કરે દાતા પરિવારનો આભાર માન્યો હતો.
કોરોનાં સંકટમાં જરૂરતમંદ લોકોની મદદે આવનાર અને ગરીબ લોકોનાં ભૂંગા-ઝુંપડા સુધી પહોંચી જઈ “ભૂખ્યાને ભોજન,, પીરસતી માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા કચ્છની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈ બળદીયાનાં શ્રી મેઘબાઈ ખીમજી વેકરીયા હસ્તે શાંતાબેન રવિલાલ વેકરીયા પરિવાર દ્વારા રૂા. ૩૦ હજારનું અનુદાન અપાયું હતું. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઈ મહેશ્વરી, સહદેવસિંહ જાડેજાએ દાતા પરિવારનો […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મનોચિકિત્સક ડો. મહેશભાઈ ટીલવાણીએ સેવાશ્રમનાં દરેક માનસિક દિવ્યાંગોનું નિદાન કર્યું હતું. દરેક માનસિક દિવ્યાંગ ક્રોધ, ભય, હતાશા, ચિંતા, માનસિક તણાવમાંથી મુક્ત બને એ માટે સમજપૂરી પાડવામાં આવેલ. તેમજ આરોગ્ય દિવસે દરેકની આરોગ્ય […]
શ્રી મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણીનગર દ્વારા હીનાબેન હરેશભાઈ લધા પરિવારનાં સહયોગથી ભુજની માનવજ્યોત સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું. પ.પૂ. વંદનીય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામિ પણ માનવજ્યોતની સેવા પ્રવૃત્તિઓથી ખુશ હતા. અને સંસ્થાને તેમની પ્રેરણાથી અગાઉ પણ અનુદાન અપાયું હતું. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, નરશીભાઈ પટેલે મણીનગર શ્રી સ્વામિનારાયણ […]
શ્રી અંજાર ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા પ.પૂ. જયાનંદમુનિ મ.સા. ની પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજને જીવદયાકાર્યો માટે રૂા. ૫૧ હજારનું અનુદાન અપાયું હતું. જયેન્દ્રભાઈ પારેખ, હિતેશભાઈ એમ. શાહ તથા સર્વે ટ્રસ્ટી ગણે માનવજ્યોતની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરીએ આભાર માન્યો હતો





