શ્રી સર્વ સેવા સંઘ ભુજ કાર્યાલય મધ્યે સંસ્થાના અધ્યક્ષ શ્રી તારાચંદભાઇ છેડાનાં જન્મદિવસ પ્રસંગે નિઃશુલ્ક આયુર્વેદિક મેઘા મેડીકલ કેમ્પ યોજાયો હતો. જેનો વિશાળ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૦ થી વધુ દર્દીઓએ અગાઉથી જ રજીસ્ટ્રેશન મેળવ્યું હતું. કેન્સર, દમ, શ્વાસ, ડાયાબિટીસ, પેટ, આંતરડા રોગનાં દર્દીઓએ વધુ લાભ લીધો હતો. દિવ્યબ્રહ્મલોક સ્કુલનાં સ્વામિવૃંદાવન બિહારીજી, મહાલક્ષ્મીધામનાં ડો. […]
Category Archives: Activities
ભુજ અને કચ્છભરમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન લક્ષી પ્રવૃત્તિઓ કરતી માનવજ્યોત સંસ્થાએ ૧૮ વર્ષ પૂરા કરી ૧૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જયારે પાલારા પાસે આવેલા શ્રી રામદેવ સેવાશ્રમે ચાર વર્ષ પૂરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. માનવજ્યોત સંસ્થાએ અત્યાર સુધીમાં કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા ૧૦૩૪ માનસિક દિવ્યાંગોને સ્વસ્થ […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત હરત-ફરતું નિઃશુલ્ક છાસ કેન્દ્ર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત ૩ મહિનાં સુધી વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી ચાલુ રખાયું હતું. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરાઇ હતી. જેનો ૩ મહિનામાં એક લાખથી વધુ જરૂરતમંદ લોકો બરફ, નમક, ઝીરાવારી છાસનો લાભ લીધો હતો. નિઃશુલ્ક છાસ કેન્દ્રને ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં સતત હરતું ફરતું રખાયું હતું. […]
અબડાસાનાં અગ્રણી આગેવાન સ્વ. જુવાનસિંહજી હમીરજી જાડેજાને નવમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઇ હતી. અને એમની પુણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધોને ઘરે બેઠાં ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ જેવા માનવસેવા, જીવદયાનાં કાર્યો કરાયા હતા. તેમજ ગરીબોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. વ્યવસ્થા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડે પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. પ્રસંગોપાત જુદી-જુદી સમાજવાડીઓમાં વધી પડેલી રસોઇ માનવજ્યોત સંસ્થા ભુજને આપી દેવામાં આવે છે. સંસ્થા આ રસોઇ જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. જેથી અનાજનો બગાડ થતો અટકે છે અને ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે. ભોજન સમારંભોની વધી પડેલી […]
મહારાષ્ટ્રનાં કારંજાલાડ તાલુકાનાં ગિર્ઝા ગામનો નંદકિશોર ગાડગે ૭ વર્ષ પહેલાં ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તેના ૩ ભાઇ, માં, પત્ની અને દીકરી તેની ઘરે પાછા ફરવાની સતત રાહ જોઇ બેઠા હતા. વર્ષોનાં વહાણા વિતી ગયા આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. પણ ઇશ્વર ઉપર આશા હતી કે, તેની કૃપાથી નંદુ એક દિવસ ચોક્કસ ઘરે […]
કોરોના મહામારી સંકટમાં જરૂરતમંદ લોકો વચ્ચે રહી લોકોને મદદરૂપ બનનાર તેમજ ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ દ્વારા સવા વર્ષમાં સવા બે લાખ લોકોને માનવજ્યોતનાં માધ્યમથી સર્વે કાર્યકરોનાં સહકારથી ભોજન પહોંચાડનાર માનવજ્યોતનાં પ્રબોધ મુનવરને બેટી સુરક્ષા દળ મોદીનગર ગાઝિયાબાદ (યુપી) દ્વારા સંસ્થાનાં રાષ્ટ્રીય પ્રમુખ બબીતા શર્મા, ડો. એસ.કે. શર્માના માર્ગદર્શન હેઠળ બેટી સુરક્ષા દળના રાષ્ટ્રીય ઉપપ્રમુખ આશિકાબેન ભટ્ટનાં […]
વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આંબા,ખારેક, જાંબુનું શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં બાળકોને વિતરણ કરાયું હતું. દાતાશ્રી ભીમજીભાઇ દબાસીયા, લાલજીભાઇ વરસાણી – માનકુવા, પ્રેમજીભાઇ – દહીંસરા દ્વારા આ મળેલ વસ્તુઓનું બાળકોને વિતરણ કરવામાં આવેલ. બાળકોએ ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રાજુ જોગી, ઇરફાન લાખા, રસીક જોગી, રાજેશ જોગીએ સંભાળી હતી.
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા દાતાશ્રી ગોવિંદભાઇ રામજી ભુડિયા નારાણપર તથા ગીતાબેન દલાલ હસ્તે ભરતભાઇ – લંડનનાં સહયોગથી ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રૂપિયા બે બે હજારની રાશનકીટ અર્પણ કરી પગભર કરવાના પ્રયત્નો કરાયા હતા. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આશિકાબેન ભટ્ટે તથા અતિથિવિશેષ પદ કુકમા લાખોંદ વચ્ચે આવેલા રામદેવ પીર […]
દિપેશ જયસિંહ ભાટિયાએ પોતાનાં જન્મદિવસે માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ૫૦ વૃક્ષો વાવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, વિક્રમરાઠોડ, સલીમલોટાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.










