કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને ભાનુશાલીનગર પાછળ આવેલા રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી હોમીયોપેથીક તથા આયુર્વેદિક નિઃશુલ્ક નિદાન કેમ્પ મહાકાલેશ્વર મંદિર રઘુવંશીનગર ચોક મધ્યે યોજાયો હતો. દિપપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ. જેનો ૮૦દર્દીઓએ લાભ લીધો હતો. દરેકનાં દર્દનું નિદાન કરી દવાઓ ફી […]
Category Archives: Activities
અબડાસાનાં અગ્રણી આગેવાન સ્વ. જુવાનસિંહજી હમીરજી જાડેજાને દશમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઇ હતી. અને એમની પુણ્યસ્મૃતિમાં વિવિધ સેવા કાર્યો કરાયા હતા. માનસિક દિવ્યાંગોને ભોજન, વૃદ્ધોને ઘરે બેઠાં ટીફીન દ્વારા ભોજન, બાળશ્રમયોગીઓને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, શ્વાનોને રોટલા, પક્ષીઓને ચણ જેવા માનવસેવા,જીવદયાનાં કાર્યો કરાયા હતા. તેમજ ગરીબોને વસ્ત્રો વિતરણ કરાયા હતા. વ્યવસ્થા પ્રબોધ […]
નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર, જી.કે.જનરલ હોસ્પીટલ હોમિયોપેથીક વિભાગ, કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદિક શાખા, સરકારી હોમિયોપેથીક દવાખાનું, માનવજ્યોત તથા ભીડ પંચાયતી પ્રાથમિક શાળાના ઉપક્રમે યોગ શિબિરનું આયોજન ભીડ ચોક શાળા નં. ૩ મધ્યે કરવામાં આવેલ. ડો. પ્રતિક્ષાબેન પવાર, ડો. પ્રિયંકાબેન ચૌધરીએ બાળકોને યોગ અંગેની સમજ પૂરી પાડી યોગા કરાવેલ. દરરોજ યોગા કરવાથી શરીર રોગ મુક્ત રહે […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા, મહિલાઓની વિશાળ ઉપસ્થિતિમાં હેલ્થ સેમિનાર એકમ-ભવન ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં વિસનગરથી પધારેલા સચિન પટેલ અને નિશા હડોલાએ દરેક પ્રકારનાં રોગો સામે આયુર્વેદિક ઉપચારની સુંદર માહિતી પૂરી પાડી હતી. આજના યુગમાં આયુર્વેદિક દવા-ગોળીઓનો ઉપયોગ ઝડપભેર વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મોટા રોગો સામે પણ આયુર્વેદિક દવાઓ રામબાણ ઇલાજ સાબિત થઇ છે. […]
પશ્ચિમ બંગાળનાં બર્ધમાન જીલ્લાનાં કુલ્લી ગામનો યુવાન સબીર અબ્દુલ મનાંન ઉ.વ. ૨૮ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. જયાં માહિતી મળે ત્યાં પહોંચી જઇ પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. પણ તેનો અતો-પતો નમળતાં પરિવાર ખૂબ જ દુ:ખી થયો હતો. તા. ૨૧-૭-૨૦૨૨ નાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાને તે ભુજનાં […]
વનખાતું, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા માનવજયોતનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને ચિહ્ન જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શ્રી આર.બી.સોલંકી સાહેબ, વનખાતાનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વિજયસિંહ ઝાલા તથા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરનાં વરદ્હસ્તે લીંબડાનાં ૫૦ વૃક્ષોનું વાવેતરકરવામાં આવેલ. પ્રારંભે […]
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૫ માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી તેમનું ઘર શોધી આપી ઘર સુધી પહોંચતા કરાયા હતા. પૂનાનો પ્રેમચંદ, મુંબઇનો ઉમેશ, વલસાડનો મીર્તન પાવાગઢનો વિક્રમ, માળિયા પાસેનાં જશાપરનો નાથાલાલ આમ પાંચ યુવાનોને માનવજ્યોતની ટીમે તેમનાં ઘર સુધી પહોંચી જઇ પરિવારની ગુમ વ્યક્તિનો કબ્જો સોંપતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. આ […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૬ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી ૨૦ માનસિક દિવ્યાંગોએ સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ અને જયુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે, જયારે […]
માતા-પિતા વિહોણું સંતાન અને નાની પાસે રહેતો હિંમતનગરનો ૨૪ વર્ષીય યુવાન રાજેશ કાનાભાઇ પરમાર ગુમ થતાં તેનાં ૭૦ વર્ષીય નાની તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. માતા-પિતાનું અવસાન થતાં પુત્ર રાજેશ બચપણમાંજ માતા-પિતાનો પ્રેમ ગુમાવ્યો હતો. અને નાનીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. હિંમતનગરનાં બસ સ્ટેશનથી ૧ કિ.મી. નાં અંતરે પતરાવાળા મકાનમાં રહેતો આ પરિવાર […]
ભોજન સમારંભો, ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા પ્રસંગોપાત વધી પડેલો મહાપ્રસાદ કે ભોજન ગરીબોનાં ઝુંપડે પહોંચાડતી માનવજ્યોત સંસ્થા ભુજને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીની પ્રેરણાથી દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ માવજી વાગજીયાણી (ટપરીયા) પરિવાર કેરા-કચ્છ (મોમ્બાસા-કેન્યા) દ્વારા નવું છોટા હાથી વાહન અર્પણ કરાયું હતું. વાહનની ચાવી પૂ. આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ […]








