ગ્રીનપ્રેન્યોર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવરને “ચેન્જરમેકર ઓફ ઇન્ડીયાએવોર્ડ,, અર્પણ કરાયો હતો. અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન હોલ મધ્યે યોજાયેલા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજનાં પ્રબોધ મુનવરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઇ રાજ્ય કક્ષાનાં સહકાર અને મીઠા ઉદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માનાં વરદ્ હસ્તે શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ અર્પણ કરાયો હતો. આ […]
Category Archives: Activities
ઝારખંડના અમરાપરા વિસ્તારનાં પાપુર ગામનો ૩૬ વર્ષિય યુવાન કરામત અલી અબ્દુલમજીદ મિંયા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સુખી-સંપન્ન પરિવારે તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. જ્યાંથી ખબર મળે તે રાજ્ય-શહેરમાં પહોંચી જઇ પરિવારજનો તેની સતત શોધ ચલાવતા રહ્યા. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને તે […]
ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ગાંધીનગર સામાજિક કાર્યનાં બીજા વર્ષનાં બીએસડબલ્યુ એલ.એલ.બી. વિદ્યાર્થીઓ બેચ- ૨૦૨૨-૨૭એ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. સેન્ટ૨ ફોર લો એન્ડ સોસાયટી દ્વારા ગુજરાતમાં આપત્તિ, પ્રાકૃતિક જોખમો, વ્યવસ્થાપનની નિર્ણાયક જરૂરિયાત અને વ્યવહારૂ પાસા જોવાનું કાર્ય તથા સંશોધન અને તાલીમની પ્રવૃત્તિઓ કરાય છે. અને કાયદા અને જ્ઞાનના પ્રસાર […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આખા અધિક શ્રાવણ માસની ઉજવણી સેવાકાર્યો દ્વારા થઇ રહેલ છે. દ૨૨ોજ સવારે ૧૧ કલાકે સેવાશ્રમ મધ્યે નારાયણ સરોવરનાં પ્રખ્યાત શાસ્ત્રી શ્રી દિપક મારાજ પુરૂષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરાવે છે. કથા-પૂજા-અર્ચના-આરતી સાથે મંગલમય અધિક માસ ઉજવાઇ રહેલ છે. આશ્રમનાં માનસિક દિવ્યાંગો, સ્ટાફ સર્વે તથા જમાડવા આવનાર દાતા […]
મધ્યપ્રદેશનાં દમોદ વિસ્તારની મહિલા સુમિત્રા રાઠોડ ઉ.વ. ૬૦ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. આખરે પોલીસમાં તેની ગુમ નોંધ કરાવી હતી. રખડતી-ભટકતી તે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમ સુધી પહોચી હતી. સંસ્થાનાં સંચાલકો અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલે તેની ખૂબ જ સારી સારવાર કરાવી. સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ […]
ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનાં એક ભાગરૂપે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનો સાથે એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કલબનાં બહેનો હોશે હોશે જોડાયા હતા. આશ્રમનાં દિવ્યાંગ મહિલાઓને રાસ રમાડવામાં આવેલ. કલબનાં બહેનો સાથે રાસ રમી દિવ્યાંગ મહિલાઓ પણ નાચી- ઝુમી ઉઠી ખુશી વ્યક્ત કરી હતી. કલબ દ્વારા […]
આંધ્રપ્રદેશનાં કુરનુલ જીલ્લાનો યુવાન ચીઠી પ્રસાદી રામારેડી ઉ.વ. ૨૭ તથા મહિલા વીરેસમા ઉ.વ. ૫૦ અચાનક ગુમ થતાં બંનેનાં પરિવારજનોએ ખૂબ જ ચિંતાસેવી હતી. અનેક રાજ્યોમાંથી થઇ યુવાન મુંબઇ-ભુજ ટ્રેનમાં ગાંધીધામ પહોંચ્યો હતો. ગાંધીધામથી તેને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર ટ્રેનમાં બેસાડી ભુજ લઇ આવેલ, અને રામદેવ સેવાશ્રમ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરાવી, જયારે મહિલા રખડતી-ભટકતી બાયડનાં […]
બિહારનાં બગુસરાઇ વિસ્તારની યુવાન મહિલા ગૌતમકુમારી ઉ.વ. ૩૦ અચાનક ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતી-ભટકતી વર્ષ ૨૦૨૨ માં બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ આશ્રમ મધ્યે પહોંચી હતી. જાં સંસ્થાનાં અશોક જૈન, વિશાલ પટેલ, વિજય પટેલ તથા આશ્રમનાં સંચાલકો અને કાર્યકરોએ તેની ખૂબ જ સંભાળ રાખી સારી સારવાર કરાવી […]
રાજ્યના પૂર્વ મંત્રી, અબડાસા-માંડવી વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય શ્રી, સર્વ સેવા સંઘ ભુજ તથા ક.વી.ઓ. જૈન મહાજનશ્રી ભુજનાં પૂર્વ અધ્યક્ષ સ્વ. તારાચંદભાઇ જગશી છેડાનાં ૭૩ માં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાયું હતું.સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે સ્વ. તારાચંદભાઇ છેડાનાં સેવા કાર્યોને બિરદાવી તેઓને અંજલિ આપી […]
કચ્છમાં વરસી રહેલા અનરાધાર વરસાદ વચ્ચે રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા ૩ માનસિક દિવ્યાંગોને પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપી તેઓની સારવાર શરૂ કરાવાઇ હતી. કોઠારાથી-૧, નલીયાથી-૧ અને મોટા આસંબિયાથી-૧ મળી ૩ માનસિક દિવ્યાંગોને સેવાભાવીઓના સહકારથી આશ્રય મળ્યું હતું. માનવતાનાં આ કાર્યમાં નલીયાના નીલેશમકવાણા, […]










