Author Archives: Admin Manavjyot

વેસ્ટબંગાલનો ગુમ યુવાન ૪ વર્ષ પછી ઘરે પહોંચતા પરિવારમાં ખુશી છવાઇ

વેસ્ટબંગાલનાં મેહજાપુર વિસ્તારનો યુવાન શેખ અમીરૂલઅલી ઉ.વ. ૨૭ ગુમ થતાં પરિવારજનોએ તેને શોધવા રાત-દિવસ એક કર્યા હતા. આખરે તે રખડતો-ભટકતો સોમનાથના “નિરાધારનો આધાર,, આશ્રમમાં પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સરભરા સાથે સેવાઓ કરી. માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સોમનાથ આશ્રમેથી તેને ભુજ શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે લઇ આવ્યા. વેસ્ટબંગાલ પોલીસ […]

ઝારખંડનો પ્રેમકુમાર ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

ઝારખંડનાં ઝામા વિસ્તારનો પ્રેમકુમાર ઉર્ફે સંજુ હરદાર ઉ.વ. ૨૫ ત્રણ વર્ષ પહેલા ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. રખડતો-ભટકતો ભારત ભ્રમણ કરી તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજથી પગે ચાલી ખાવડા માર્ગે માનવજ્યોત સંસ્થાનાં વાલજીભાઈ કોલીને મળી આવતાં તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. તેની પાસે મળેલી માહિતીનાં આધારે […]

શનીવારે કે.ડી.ઓ. જૈન સમાજનો સમૂહલગ્નોત્સવ સાંધવ ગામે

શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા કચ્છી દશા ઓશવાળ જૈન સમાજનો ૩૧ મો સમુહલગ્નોત્સવ તા. ૧૬ શનીવારે અબડાસા તાલુકાનાં સાંધવ ગામે યોજાશે. સમુહલગ્નોત્સવનાં દાતાશ્રીનો લાભ માતુશ્રી જેઠીબાઇ કેશવજી ધરમશીં સુથરી-લોકાપુર હસ્તે અ.સૌ. કલ્પનાબેન તેજકુમાર ધરમશી પરિવારે લીધેલ છે. બપોરે ૧-૩૦ કલાકે યોજાનાર સત્કાર અને અભિવાદન સમારોહનું અતિથિવિશેષ પદ અબડાસા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા […]

બિનવારસુ લાસોની અંતિક્રિયા કરાઇ

૩ મહિના દરમ્યાન માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા બિનવારસ ૧૨ જેટલી લાસોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. ૧૧ બિનવારસ લાસો ઓળખવિધિ માટે રાખ્યા બાદ તેઓનું કોઈ સગું-સાવકું ન મળતા. પોલીસ રિપોર્ટ અને મૃત્યુના દાખલા સાથે માનવજ્યોત સંસ્થા ભુજને સોંપવામાં આવતાં સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રસીક જોગી, વિક્રમ રાઠીએ શાસ્ત્રોક્તવિધિથી તેઓની અંતિમક્રિયા કરી હતી. એક મુસ્લિમ બિરાદરની બિનવારસ […]

પતિ-પત્નીનું બે દાયકા પછી થયું મિલન હવે પછીની જીંદગી સાથે જીવવાનું નક્કી કર્યું

મધ્યપ્રદેશનાં અલીરાજપુર વિસ્તારનાં કેવડી ગામની મહિલા ચંપા ઉ.વ. ૨૮ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. વિવિધ રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં તે સતત રખડતી-ભટકતી રહી હતી. આખરે તે ગુજરતાના બાયડ શહેરનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમમાં પહોંચી હતી. ત્યાંના સંચાલકો અશોક જૈ ન, વિશાલ પટેલ, વિજય પટેલે તેની ખૂબ જ સારી સારવાર કરાવી. જીલ્લા કાનૂની સેવા […]

મધ્યપ્રદેશની ગુમ મહિલાનું ૩ વર્ષ પછી પરિવાર સાથે થયું મિલન

મધ્યપ્રદેશનાં મંદસોર વિસ્તારનાં ઉમરિયા ગામની મહિલા દેવુબેન ચમાર ઉંમર વર્ષ ૨૩ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે રખડતી-ભટકતી બાયડનાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સેવાશ્રમ મધ્યે પહોંચી હતી. માનવજ્યોત સંસ્થા દ્વારા તેને ભુજ લઇ આવવામાં આવેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસની મદદથી તેનું ઘર શોધી કાઢતાં તેના પરિવારનાં […]

દિવ્યાંગ નકુલ દેવ પાંચ વર્ષ પછી ઘરે પહોંચ્યો

બિહારનાં લખીસરાય વિસ્તારનાં લખનાં ગામનો ૪૦ વર્ષિય યુવાન નકુલ દેવ પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. પરિવારજનોએ તેને શોધવા તનતોડ મહેનત કરી હતી. પણ એનો કોઈ અતો-પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ સારી સેવા કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ […]

વિધવા મહિલાઓને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા નવા વર્ષના પ્રારંભે છ વિધવા બહેનોને સિવણ મશીન અર્પણ કરી પગભર કરાયા હતા. કાર્યક્રમનું અતિથિ પદ ડો. પ્રતિક્ષાબેન પવાર, મીનાબેન ભદ્રા, ઇલાબેન વૈષ્ણવે શોભાવ્યું હતું. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા હસ્તે રમાબેન શિરીષ મહેતા-વર્ધમાનનગર દ્વારા ૪, શ્રીમતિ રશ્મીબેન અનીલભાઈ મહેતા- વર્ધમાનનગર દ્વારા -૧ તથા શ્રીમતિ નિર્મલાબેન પદમશી […]

જલારામ બાપાનો મહાપ્રસાદ ઝુંપડે-ઝુંપડે પહોંચ્યો

જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા,ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, અક્ષય મોતા, દીપેશ શાહ, રાજુ જોગી, રસીક જોગી, સલીમ […]

દિપાવલી દિને ૧૦૧ બાળકોને નવા સુટ પહેરાવાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભુજ વિસ્તારમાં ભૂંગા-ઝુંપડામાં રહેતા ૧૦૧ પરિવારોનાં બાળકોને દિપાવલીદિને નવા સુટ પહેરાવાયા હતા. નાના ભૂલકાંઓ અને બાળકો એ ખુશી વ્યક્ત કરી દિપાવલી અને નવા વર્ષની ઉજવણીમાં જોડાયા હતા. આ બાળકોને કિશોરસિંહ દાનુભા જાડેજા ખેડોઇ હાલે ભુજનાં સહયોગથી મિષ્ટાન-ફરસાણનાં બોક્ષ અર્પણ કરાયા હતા. માનવજ્યોત દ્વારા શહેરનાં જુદા-જુદાં વિસ્તારોમાં […]