માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી અ.નિ. માતુશ્રી અમરબાઇ માવજીભાઇ ગોરસીયા પરિવાર ભુજ દ્વારા નવું છ સીટર ઇકો વાહન ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે ભુજ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી દેવપ્રકાશ સ્વામિ, કોઠારી ગૌલોકવિહારી સ્વામી, સદગુરુ પાર્ષદવર્ય શ્રી જાદવજી ભગતની ઉપસ્થિતિ અને આશિર્વાદ સાથે અર્પણ કરાયું હતું.
આ પ્રસંગે દાતાશ્રી પરિવારનાં ગોવિંદભાઇ માવજી ગોરસીયા તથા જીતેશ ગોપાલભાઇ ગોરસીયાની અંતરની ભાવનાંઓને બિરદાવી માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ. પૂજ્ય સંતશ્રીઓએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રેષ્ઠીવર્ય શ્રી ગોપાલભાઇ ગોરસીયા પરિવારનો સંસ્થા દ્વારા આભાર માનવામાં આવેલ.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, નિતીન ઠક્કર, પ્રવિણ ભદ્રા, ભરતભાઇ વી. સોની, મૌલિક માંકડે વ્યવસ્થા સંભાળી હતી.

