માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસક્રાંતિ પર્વ નિમિત્તે માનવસેવા અને જીવદયાનાં વિવિધ કાર્યો કરાયા હતા. સેવાભાવીઓ માનસિક દિવ્યાંગોની સેવા કરવા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પહોંચ્યા હતા. અને સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો, બ્લેંકેટ, ખાવા-પીવાની વસ્તુઓ આપી, તેમને સ્વહસ્તે ભાવતાં ભોજનીયા જમાડ્યા હતા.
માનસિક દિવ્યાંગોને ભોજન,વૃદ્ધોને ઘેર બેઠા ટીફીનો દ્વારા ભોજન, રંક બાળકો તથા બાળશ્રમયોગીઓને ભોજન, ભૂખ્યાને ભોજન, ગાય માતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્ર્વાનોને રોટલા, કીડીઓને કીડીયારું, માછલીઓને લોટ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી કરવામાં આવેલ.
સોની પ્રભુદાસભાઇ ખેતશીં પરિવાર-ભુજ, દેવ્યાનીબેન સુરેશભાઇ દવે-માધાપર, રણછોડભાઇ હીરજી વરૂ-અંજાર તથા વિવિધ દાતાશ્રોનો આ સેવાકાર્યો માટે સહયોગ મળ્યો હતો.
કચ્છભક્ત સેવા ટ્રસ્ટ- હસ્તે મણીભાઇ, રવીભાઇ શીવજી પટેલ-યુ.કે., દેવશીંભાઇ હિરાણી-ભારાસર, શ્રી માધાપર ભાનુશાલી મહાજન, રોકડીયા ગરબી મંડળ-માધાપર તથા યુવક મંડળો, મહિલા મંડળો, દાતાશ્રી પરિવારોએ સેવાશ્રમમાં સેવાકાર્યો કર્યા હતા.
કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા-પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોની માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે થઇ રહેલી સેવાઓને મુલાકાતીઓએ બિરદાવી હતી.

