સાંસદશ્રીનાં જન્મદિને માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

કચ્છ મોરબીનાં લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને રેખાબેન ભગવતીભાઈ જોષી તથા મનીષભાઈ બારોટનાં સહયોગથી મિષ્ટાન સાથેનાં ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ.

આ પ્રસંગે ભાજપ કાર્યકરો હિતેશભાઈ ગણાત્રા, ભગવતીભાઈ જોષી, જયસિંહભાઈ પરમાર, કીરીટભાઈ રાઠોડ, ઉપસ્થિત રહી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી વિનોદભાઇ ચાવડાને જન્મદિનની શુભેચ્છઆઓ પાઠવી હતી.