કચ્છમાં વધતા જતા કોરોના કેસોની સામે જાગૃત બનાવાની અપીલ સાથે કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદ શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી ભુજનાં શિવરામંડપ, ભીડગેટ, જયુબિલી ગ્રાઉન્ડ તથા અન્ય વિસ્તારોમાં અનેક ઔષધીથી ભરપૂર તૈયાર ગરમઉકાળો વિતરણ કરવામાં આવેલ. જેનો ૩ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.
કોરોના સામે જાગૃતિ રૂપે કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ અને જીલ્લા આયુર્વેદ શાખા દ્વારા બેનરો, માઇક, સાઉન્ડ સીસ્ટમસાથેનું હરતું ફરતું વાહન ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. લોકોની વચ્ચે જઇ લોકોને તથા આવતા-જતા વાહનોમાં બેઠેલા મુસાફરોને ઉકાળો પીવડાવવામાં આવેલ.
અનેક ગુણકારી અને ઔષધીયોથી ભરપૂર ઉકાળાનાં ફાયદા સમજાવવામાં આવેલ. બેનરોથી સમજ પૂરી પાડતું શણગારેલું વાહન શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ફરી વળ્યું હતું અને લોકોને માસ્ક પહેરવા તથા ઉકાળો પીવા સમજ પૂરી પાડવામાં આવેલ.
વિતરણ વ્યવસ્થા પેરાલીગલ વોલીન્ટરો પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક બાવા, માનવજ્યોતનાં શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, ઇરફાન લાખા, સખી સહેલી જન જાગૃતિ કેન્દ્રનાં અનીતાબેન ઠાકુર, જાસ્મીન મથડા, રૂકીયાબેન જુણેજા, ફાત્માબેન ચૌહાણ, સાઇમાબેન પઢિયાર તથા ચમનભાઇ મારૂએ સંભાળી હતી.

