જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિની સમગ્ર કચ્છમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ઠેર-ઠેર મહાપ્રસાદનાં કાર્યક્રમો યોજાયા હતા. વધી પડેલો મહાપ્રસાદ ભુજની માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતાં અઢી હજાર ગરીબોએ ખીચડી, કઢી, રોટલા, ગોળનું ભોજન ભરપેટ જમી અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. ભુજ લોહાણા મહાજનશ્રી દ્વારા તથા ભુજ રવાણી ફળીયા જલારામ મંદિર દ્વારા માનવજ્યોત […]
Monthly Archives: October 2025
યુ.એસ.એ. સ્થિત ભુજપુર-કચ્છનાં દાતાશ્રી રમેશભાઈ મગનલાલ દેઢીયા પરિવાર દ્વારા ભુજની માનવજ્યોત સંસ્થાનાં સ્ટાફ-કર્મચારીઓને રોકડ-મીઠાઈ-ફરસાણ અર્પણ કરવામાં આવતાં આવા પરિવારોએ પણ દિપાવલી પર્વે ખુશી મનાવી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં સ્ટાફ સર્વેને આ દાતાશ્રી દ્વારા રૂા. ૧૦૦૦ રોકડાકવર, એક કિલો મીકસ મીઠાઇ તથા સવા કિલો ફરસાણ અર્પણ કરાયું હતું. આજ દાતાશ્રી દ્વારા […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ભૂંગા-ઝુંપડા-કાચામકાનોમાં રહેતા તેમજ જરુરિયાતમંદ પરિવારો સુધી પહોંચી જઇ 1500 જેટલા પરિવારોને અડધો કીલોનાં મીઠાઇનાં પેકેટો તથા ફરસાણના પેકેટો અર્પણ કરાતાં આવા પરિવારો પણ દિપાવલી પર્વની ઉજવણીમાં જોડાઇ ખુશી વ્યક્ત કરી હતી. અને દાતાશ્રીઓને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ, રાણભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર – […]
દિપાવલી પર્વ નજીક આવી રહ્યો હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારની ચારે દીશાઓમાં ભૂંગા-ઝુંપડા, કાચા મકાનોમાં રહેતા તથા જરૂરતમંદ લોકો સુધી કપડા પહોંચાડવાનું કાર્ય શરૂ કરાયું છે. ભુજ અને ભુજ વિસ્તારમાંથી પુષ્કળ પ્રમાણમાં કપડા એકઠા કરવામાં આવ્યા છે. તેમજ કેરા-કચ્છના લંડન રહેતા જેન્તીભાઇ પટેલ તથા બળદીયા-કચ્છના લંડન રહેતા શાંતાબેન ગરારા દ્વારા પણ […]
દિપાવલી પર્વ હોતાં ભુજ શહેરનાં વિવિધ વિસ્તારોમાં રહેતા પરિવારો જુનાં કપડા માનવજ્યોતને ગરીબો અને જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા આપી દે છે. આવેલ કપડામાંથી સોનાની રૂપિયા દોઢ લાખની ચેન મળી આવતાં ચેનનાં મૂળ માલિક રમેશભાઇ ઠક્કરને આ ચેન સોંપવામાં આવતાં પરિવારજનોએ માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. અગાઉ એક પરિવારનાં પતિ-પત્નીએ માનવજ્યોતને કપડા આપેલા. 10 દિવસ […]
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 10 ઓક્ટોબર “વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસ’’ તરીકે ઉજવાય છે. માનસિક આરોગ્ય સેવાઓને વધુ સરળતાથી જરૂરતમંદો સુધી પહોંચાડી શકાય તેવા હેતુ સાથે માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં અધિક્ષક ડો. એમ.એ. ખત્રી, સાયક્રિયાટ્રીસ્ટ ડો. પૂજાબેન સપોવાડીયા, હેડ નર્સ વર્ષાબેન ભટ્ટ, સોશિયલ વર્કર સબાનાબેન તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]
દુર્ગાષ્ટમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિર બાળશ્રમયોગીઓને અક્ષરદાન શાળાનાં 51 બાળશ્રમયોગીઓને નવા વસ્ત્રો, ચશ્મા, મોજા, દંતિયા, પાકીટ સહિતની વસ્તુઓ દાતાશ્રી જે.કે. અંતાણી પરિવાર દ્વારા અર્પણ કરાતાં બાળશ્રમયોગીઓએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા. દરેક નાના ભૂલકાઓ, બાળકો, રંક બાળકો તથા દીકરીઓએ નવરાત્રી પર્વની ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાયો હતો. દુર્ગાષ્ટમી દિવસે શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન મહિલા મંડળ ભુજ અને શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાનનગર-કચ્છનાં બહેનોએ માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સાથે રાસ-ગરબાની રમઝટ જમાવી હતી. નિત નવા વસ્ત્રોમાં તૈયાર થયેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો હોંશે હોંશે રાસ-ગરબા રમી નાચી-ઝુમી […]
મા દુર્ગાની નવલી નવરાત્રીની દુર્ગાષ્ટમી નિમિત્તે મુક્તિબેન રમેશભાઇ ખેતાણી, પ્રેમભાઇ રમેશભાઇ ખેતાણી અને પૂર્વ નગરપતિ અશોકભાઇ હાથી પરિવારો દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભાવતાં ભોજનીયા જમાડવામાં આવેલ. દુર્ગાષ્ટમીનાં પોતાને ભાવતું ભોજન જમી માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારોને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા. શ્રી પ્રબોધ મુનવરે દાતાશ્રી પરિવારોનો […]
ઓમકારેશ્વર મહિલા મંડળનાં સથવારે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ગરબે ઘૂમ્યા હતા. ઓમકારેશ્ર્વર મહિલા મંડળના પ્રમુખ કમલબેન જોશી, પ્રવિણાબેન, ભાવનાબેન, ભક્તિબેન, જીનાલીબેન તથા વિશાળ સંખ્યામાં બહેનો રાસ,ગરબામાં જોડાયા હતા. વ્યવસ્થા પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી, વાલજી કોલીએ સંભાળી હતી.









