Monthly Archives: June 2025

માનસિક દિવ્યાંગોએ 11 માં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની કરી ઉજવણી

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ યોગા કર્યા હતા. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ માનસિક દિવ્યાંગોને યોગા કરાવ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિપેશ શાહ, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દામજીભાઇ મૈશેરી સહિત સર્વે કાર્યકરોની ટીમ વિશ્વ યોગા દિવસની ઉજવણીમાં જોડાઈ હતી

છતીસગઢ સમાજ કલ્યાણ વિભાગનાં અગ્રણીઓએ માનસિક દિવ્યાંગોનાં આશ્રમની મુલાકાત લીધી

છતીસગઢ રાજયનાં મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને ઓમ પાવર મેન્ટનાં પૂર્વ સંયુક્ત સચિવ રાજેશ તિવારી, નિઃશક્તજન ડિસેબિલીટી અને ફાઇનાન્સ તથા ડેવલપેમેન્ટ કોર્પોરેશનનાં હેડ અને સમાજ કલ્યાણ વિભાગનાં લોકેશ કાવડિયાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સારવાર તથા તેમને ઘર પહોંચાડવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે […]

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અમદાવાદની દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટી, મનસુખભાઇ નાગડા, રફીક બાવા, નીતિન ઠક્કરે વિમાન અકસ્માતમાં મૃત્યુ પામનાર ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી તથા સર્વે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ […]

બળબળતા તાપમાં શ્રમજીવીકોને પગરખા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી ઇશ્ર્વરલાલભાઇ મગનલાલ ઠક્કર પરિવાર દ્વારા બળબળતા તાપ અને સખત ગરમી વચ્ચે 100 શ્રમજીવીકોને નવા બુટ-ચંપલ પગરખા વિતરણ કરવામાં આવતાં શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. જુદા-જુદા વિસ્તારોમાં જરુરતમંદ બાળકોને પગરખા પહેરાવાયા હતા. વિતરણ વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રાજેશ જોગી, સલીમ લોટા, વિક્રમ રાઠીએ સહકાર આપ્યો હતો.

કચ્છમાં રસ્તે રઝળતા 2100 માનસિક દિવ્યાંગો પોતાનાં રાજ્ય-ગામ-પરિવાર સુધી પહોંચ્યા

ગુમ લોકોનાં ઘર-પરિવાર શોધવામાં માનવજ્યોત સંસ્થા ભુજને સફળતા મળી છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 2100 માનસિક દિવ્યાંગો પોતાના ઘર-પરિવાર સુધી પહોંચ્યા છે. દરેક રાજ્યની અને સમગ્ર કચ્છની પોલીસ માનવતાનાં આ સેવાકાર્યમાં મદદરુપ બની છે. ટ્રેન કે અન્ય વાહનો મારફતે અને પગે ચાલીને કચ્છ પહોંચેલા અને કચ્છનાં ગામડાઓમાંથી મળેલા રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો […]