પ્રજ્ઞાચક્ષુને પણ ઘર શોધી અપાયું પરિવારજનો સાથે થયું ફેરમિલન

મુન્દ્રા શહેરમાંથી અંધ વૃદ્ધ મળી આવતા જનસેવા સંસ્થાનાં શ્રી રાજભાઇ સંઘવીએ તેમને માનવજ્યોત સંસ્થા ભુજ સુધી પહોંચાડયા હતા. સુરદાસ અરવિંદભાઈ જોષી પોતે જામનગરનાં હોવાનું તથા ભૂલથી કચ્છમાં આવી ગયા હોવાનું તેમજ હવે ઘર મળતું નથી તેવું માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવરને જણાવ્યું હતું. 

માનવજ્યોતની ટીમે જામનગર જઈ તેમનું ઘર શોધવાનું શરૂ કર્યું હતું. અંધજને જે વિસ્તારોની વિગતો આપી એ વિસ્તારોમાં જઈ રીક્ષા ચાલકોની મદદથી એમનાં વિસ્તાર અને ઘર સુધી પહોંચી જઈ, શોધ ચલાવી રહેલા પરિવારજનોને, વૃદ્ધ ડીલ અરવિંદભાઈ જોશી સુપ્રત કરતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી માનવજ્યોત સંસ્થા ભુજનો આભાર માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં હારૂનભાઈ બકાલી પણ સહભાગી બન્યા હતા. આખરે ૨દિવસ પછી ૬૫ વર્ષિય પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ પોતાનાં ઘર સુધી પહોંચ્યા છે