ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને ૧૦ કે.વી. હેવી જનરેટ સેટ દાતાશ્રી દેવશીભાઇ હીરજી ભુડિયા, લાલજીભાઇ તથા ભરતભાઇ ભુડિયા, સંતકૃપા એગ્રો એન્જીનીયરીંગ સુખપર દ્વારા અર્પણ કરાયું હતું. સંસ્થાની લાંબા સમયથી ખૂટતી કડી દાતાશ્રી પરિવાર દ્વારા પરિપૂર્ણ […]
Category Archives: પ્રવૃત્તિઓ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ૩૦વિધવા મહિલાઓને સિવણ મશીન તથા દરેકને રૂપિયા બે હજારની રાશનકીટ એક સગૃહસ્થ દાતાશ્રીનાં સહયોગથી અર્પણ કરી શરદપૂનમપર્વની અનોખી ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ગોવિંદભાઇ ભુડિયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા તથા નનીતાબેન કેરાઇએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા […]
દિપાવલી પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં જઇ કાચા મકાનો-ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા લોકોને તથા શ્રમજીવીકોને વસ્ત્રો વિતરણ કરવામાં આવી રહેલ છે. ભુજ અને ભુજ વિસ્તારમાં રહેતા સુખી-સંપન્નશ્રીમંત પરિવારો વણવપરાયેલા જુના-નવા કપડા માનવજ્યોત સુધી પહોંચાડે છે. સંસ્થા આ કપડા જરૂરતમંદ લોકો સુધી પહોંચાડે છે. ગરીબ-મજુર વર્ગ […]
ભુજ શહેર સંસ્કારનગર એસ.ટી. વર્કશોપ સામે આવેલા યોગીરાજપાર્ક નજીક એક પરિવારની માનસિક દિવ્યાંગ મહિલાનું અવસાન થતાં માનસિક દિવ્યાંગ પરિવારની મદદે ભુજની માનવજ્યોત સંસ્થા આવી હતી. માનસિક દિવ્યાંગપત્ની રતનબેન આલા તુરી ઉ.વ. ૪૫ નું અવસાન થયું હતું. ઘરમાં અડધો દિવસ લાસ એમજ પડી રહી હતી. પતિ અને દીકરી બંને માનસિક દિવ્યાંગ એ પણ રૂમમાં સૂતેલા હતા. […]
નવલી નવરાત્રીનાં આઠમનાં દિવસે હનાષ્ટમિ, દુર્ગાષ્ટમિનિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરો, સમાજવાડીઓમાં મહાપ્રસાદ યોજાયા હતો. વધી પડેલો પ્રસાદ માનવજ્યોત સંસ્થાએ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડ્યો હતો. માધાપર, વરલી, પદ્મર, ડગાળા, નાગોર, રતનાલ, સાપેડા, સુખપર, ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર, ઉમિયા માતાજી મંદિર સુરલપીટ, રાજગોર સમાજવાડી-ભુજ, સ્થળેથી વધી પડેલી રસોઇ એકઠી કરી ગરમઅને તાજી રસોઇ ગરીબોનાં […]
ઉત્તરપ્રદેશનાં જાલૌન જીલ્લા, ઉરઇ તાલુકાનાં બોહદપુરા ગામના ૭૫ વર્ષિય વૃદ્ધ મહિલા મીથીલાદેવી બાલકૃષ્ણ શુક્લા છ વર્ષ પહેલા વર્ષ -૨૦૧૬ માં ગુમથયા હતા. ધનવાન પરિવારનાં વડીલ ગુમથતાં પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી. અનેક રાજ્યોમાં મુશ્કેલી વેઠી આખરે આ વૃદ્ધ ભુજ પહોંચ્યા હતા. પગેચાલી ભુજ નજીકનાં નાગોર ગામે પહોંચ્યા હતા. અને નાગોર ગામનાં આઠ દિવસનાં મહેમાન […]
સ્વર સંસ્થા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી ઠંડા પીણા અપાતાં માનસિક દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સ્વર સંસ્થાનાં સ્થાપક દિર્શિતાબેન પંકજ કનાડા, દેવાંશીબેન ગઢવી, રીમાબેન પટેલ, દિપાલીબેન ઝાલા, સોનલબેન ભરતવાલા, બંસરીબેન પરમાર અને નેહાબેન પંડયાએ નવલી નવરાત્રિ નિમિત્તે માનસિક દિવ્યાંગોને રાસ રમાડ્યા હતા. સંગીતના સથવારે આશ્રમનાં માનસિક […]
કેરા-કચ્છનાં ખોજા અજીજ સુલ્તાનઅલીએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી માનવજ્યોતને રૂા. ૧૧ હજારનું અનુદાન આપ્યું હતું. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સહદેવસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ દાતાશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અજય ધનજી દુધાત ઉ.વ. ૩૩ સૂરતથી પાંચ વર્ષ પહેલા ગુમથયો હતો. તે રખડતો-ભટકતો અન્ય રાજ્યોમાંથી થઇ ભુજ પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને તે ભુજનાં જુના એસ.ટી. બસ સ્ટેશનેથી મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છમધ્યે રાખી તેની સારવાર શરૂ કરાઇ હતી. તે સ્વસ્થ બનતાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા નવલી નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા. દાતાશ્રી રમેશ એન્ડ લાલજી નારાણ દેવજી વરસાણી પરિવાર સામત્રા હાલે લંડન, પ્રશુન રમેશ નારાણ વરસાણી તથા પનીશા લાલજી નારાણ વરસાણી લગ્નતિથિ નિમિત્તે સામત્રા-કચ્છ દ્વારા ૪, સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર દ્વારા-૨ તથા માનવજ્યોત-ભુજ દ્વારા-૩ મળી […]








