બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ વર્ષો સુધી તેની સતત શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો. દરમિયાન તે વિવિધ રાજ્યોના શહેરો અને ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો અને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો હતો. પુત્રના વિયોગમાં પરિવાર સતત ચિંતામાં દિવસો પસાર કરતો રહ્યો […]
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી 60 વૃદ્ધવડીલો માટે પવિત્ર તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વડીલોએ પુંઅરેશ્ર્વર, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, કટેશ્વર તથા કમલેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ કરી હતી. યાત્રાની શરૂઆત સંસ્થાના પૃથ્વીરાજસિંહના હસ્તે યાત્રા બસને લીલીઝંડી […]
માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ સંસ્થામાંથી 10 માનસિક દિવ્યાંગોને તેમના મૂળ ઘર અને પરિવાર સુધી પહોંચાડવાના હેતુથી ભુજ લાવવામાં આવ્યા હતા. તેમને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ વિવિધ રાજ્યોની પોલીસના સહયોગથી માત્ર દસ […]
માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના સહયોગથી હરતું-ફરત છાશ કેન્દ્રનું ક્ષમાપન કરાયું છે. સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં […]
ભુજ સ્થિત કબીર મંદિર દ્વારા છેલ્લા 20 વર્ષથી દર પૂનમના દિવસે માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગો તેમજ એકલા, અટુલા અને નિરાધાર વૃદ્ધ વડીલો માટે ટિફિન સેવાના ભાગરૂપે તૈયાર રસોઇ આપવામાં આવે છે. આ સેવાકીય પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલુ રહી છે. આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત કબીર મંદિરના મહંતશ્રી કિશોરદાસજી […]
આજના સમયમાં જ્યાં વધતી ઉંમરે લોકો ઘર સુધી મર્યાદિત થઈ જાય છે, ત્યાં અંજારના ૯૦ વર્ષીય રણછોડભાઈ હીરજીભાઈ વરૂએ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનવજ્યોત સંસ્થા ભુજની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈ તેઓ પોતાના પરિવાર સાથે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે પહોંચ્યા હતા. અહીં રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને તેમણે પોતાના હાથે પ્રેમપૂર્વક […]
શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સમાજસેવાના જરૂરિયાતમંદ પરિવારોની સહાય માટે સતત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે જ અનુસંધાને દાતાશ્રી કીર્તિભાઈ વોરા (સમર્પણ સ્ટોર, ભુજ) ના ઉદાર સહયોગથી તેમજ રઘુવંશીનગર મહિલા મંડળ, ભુજ ના સાથ-સહકારથી રઘુવંશીનગર વિસ્તારમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ મહિલાઓને નવી નકોર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશીનગરના ભુંગા, ઝુંપડા અને […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ ઉત્સાહપૂર્વક યોગા કર્યા હતા. આશ્રમના સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ યોગા કરાવ્યા હતા. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, પંકજ કુરવા, દેવેન્દ્ર જીવાણી સહિતનાં કાર્યકરોએ […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ તથા વડીલોનો વિસામો, પાલારા- કચ્છ ખાતે ક્રિશિવ ફાઉન્ડેશન ભુજ, પ્રેરણા મહિલા મંડળ ભુજ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દ્વારા વિવિધ ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલો અને માનસિક દિવ્યાંગોની સુવિધા માટે 40 ઠંડા પાણીના થર્મોસ, ગરમ પાણીની સેક માટેની થેલીઓ તેમજ દુઃખાવામાં […]










