ભુજ શહેરનાં બે આગેવાનો શ્રી પ્રભુદાસભાઇ ખેતશી સોની તથા ચંદ્રકાન્તભાઇ વિશનજી ગોરને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, શંભુભાઇ જોષી, કનૈયાલાલ અબોટીએ તેઓશ્રીની સેવાઓને બિરદાવી અંજલિ આપી હતી.
Category Archives: પ્રવૃત્તિઓ
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની માનવસેવા, જીવદયાનાં કાર્યો સાથે ઉજવણી કરવામાં આવેલ. વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથે ભોજન કરાવવામાં આવેલ. ૧૧૪ વૃદ્ધોને ઘેરબેઠા ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવેલ. શ્રમજીવીકો,બાળશ્રમયોગીઓ, રંક બાળકો તેમજ ભૂંગા-ઝુંપડામાં રહેતા જરૂરતમંદોને ભોજન જમાડવામાં આવેલ. ગાયમાતાઓને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ આપી […]
કચ્છ જીલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીનાં માર્ગદર્શન હેઠળ કોરોનાની ત્રીજી લહેર સામે ભુજમાં માનવજ્યોત સંસ્થાનાં સહકારથી હરતા-ફરતા વાહન દ્વારા ભુજનાં જુદા-જુદા વિસ્તારોમાં ૨૫૦૦ લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમ ઉકાળો પીવડાવામાં આવેલ. જયુબિલી ગ્રાઉન્ડ, ટાઉન હોલ, હમીરસર કાંઠો, નવું-જુનું એસ.ટી.બસ સ્ટેશન વિસ્તાર, કલેકટર ઓફિસ વિસ્તાર, જનરલ હોસ્પીટલ, આર.ટી.ઓ. વિસ્તાર, મંગલમ […]
કચ્છ જીલ્લા પંચાયત ભુજ આયુર્વેદિક શાખા દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજનાં સહકારથી નવનિર્માણ સોસાયટી, સરદારનગર, હંગામી આવાસ ભુજ મધ્યે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આયુર્વેદ ડો. પિયુષભાઇ ત્રિવેદી તથા હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવારે પોતાની સેવાઓ આપી દર્દીઓનાં દર્દનું નિદાન કર્યું હતું. આ કેમ્પનો ૧૨૫ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ સ્થળે દર્દીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ. […]
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી સ્વસ્થ બનેલા ૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં-૧ મળી ૮ માનસિક દિવ્યાંગોએ ઘર તરફ પ્રયાણ કર્યું હતું. તેઓને શુભેચ્છા પાઠવવા યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષપદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ અને સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચિફ જયુડિશીયલ […]
મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા-નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. જરૂરતમંદોને કપડા તથા ધાબડા વિતરણ કરાશે. […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોનાં આશ્રમ શ્રી રામદેવ સેવાશ્રમને દાતાશ્રી ઝેડ.એમ. મુન્સી દ્વારા અન્નદાન અપાયું હતું. ચોખા, તેલ, મગફાડા તથા મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ જથ્થામાં અપાઇ હતી. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા રફીક બાવાએ આભાર માન્યો હતો.
વિદેશ વસતા કચ્છીઓ, ગુજરાતીઓ અને ભારતીયોએ સારા-સારા કપડા એકઠા કરી ભુજની માનવજ્યોત સંસ્થાને મોકલ્યા હતા. લંડન સ્થિત સી.જે. ટ્રાવેલ્સ લી. નાં જયંતિ પટેલે ત્યાંનાં રહેવાસીઓ પાસેથી કપડા એકઠા કરી ભુજ માનવજ્યોતને મોકલ્યા હતા. માનવજ્યોત સંસ્થાએ ભુજની ચારે દિશામાં ગરીબો-જરૂરતમંદોનાં ઝુંપડે-ઝુંપડે આ કપડા પહોંચાડ્યા હતા. જેથી જરૂરતમંદોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]
સ્વ. ભાનુભાઇ મનજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો દ્વારા, માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ. આશ્રમની પ્રથમ વખત મુલાકાતે આવેલ શ્રી ધીરેનભાઇ ઠક્કરે માનવજ્યોતની માનવસેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પૂર્વનગર સેવક ધીરેનભાઇ ઠક્કર સાથે પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર, હીરેશ ઠક્કર, રાહુલ ગોસ્વામી સાથે રહ્યા હતા. આશ્રમની મુલાકાત […]
કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરજીભાઇઓની મદદ લઇ મોટી સંખ્યામાં માસ્ક બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ભુજનાં સેવાભાવી દરજી પ્રવિણભાઇ લક્ષ્મીદાસ મોઢ આ કાર્ય માટે સેવા આપી રહ્યા છે. અગાઉ પણ તેમણે માનવજ્યોત સંસ્થાને હજારોની સંખ્યામાં માસ્ક તૈયાર કરીને આપ્યા હતા. કાપડનાં ટકાઉ અને સારા માસ્ક માનવજયોત સંસ્થા જુદા-જુદા વિસ્તારોમાં […]








