માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની મનોરોગીઓની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને પોતાના રાજ્ય, શહેર, ગામ, પરિવાર સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં ગુજરાતની 12 સંસ્થાઓનાં 500 થી વધુ માનસિક દિવ્યાંગોને ભુજ લઇ આવી ભુજથી તેમને જુદા-જુદા રાજ્યોમાં તેમનાં ઘર, પરિવાર સુધી પહોંચતા કરાયા છે.
વિરમગામની અપનાઘર સંસ્થાનાં 12 માનસિક દિવ્યાંગ ભાઇઓને ભુજ લઇ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો છે. અહીંથી દરેકનાં ઘર શોધી ઘર સુધી પહોંચડવામાં આવશે. સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા વિવિધ રાજ્યોની પોલીસની મદદ લઇ તેઓનાં ઘર, પરિવાર શોધી કાઢશે. માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહયોગ આપી રહ્યા છે.

